________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત ભાષા પર પણ નિયમે કાયદા શા તેથી છાતી ભાષા રહી નહી, તેમ સ્તવન વગેરે પર જે હૃદયભાવ દબાવવા નિયમો પડે તે દુનિયામાંથી ઔદગારિક સ્તવવાળી ભક્તિને નાશ થાય એમ અનુભવીઓ જાણે છે. ભાવપર કાયદે તે જીવતાં મૃત્યુ છે. જેને જે ભાવવાળાં સ્તવન વગેરે ચ્ચે તે ગ્રહણ કરે એવી ભાવનાવાળા સ્વતંત્ર ભક્તોના હૃદયમાંથી ઉત્તમ ઉદાર ભક્તિરસની ગંગાએ પ્રગટવાની આશા રાખી શકીએ. વસ્તુતઃ ખરાં સ્તવને તે એ છે કે પ્રભુની સ્તવના કરવામાં અંતરમાંથી તે કાલે સ્વતઃ ભક્તિરસમય ગદ્ય વા પદ્ય કંઈ બેલાય એવાં હાર્દિકે રસમય સ્તવને તેજ પ્રભુનાં તાજા સ્તવનો છે. એવાં સ્તવને તુર્ત બનાવીને ગાનારા જ્ઞાની ભક્ત હોય છે. બાલછાની એવી દશા હતી નથી તેથી તેઓ અન્યોનાં રચેલાં અને પિતાને પસંદ પડે એવાં સ્તવનેને મુખે કરી પ્રભુની આગળ ગાય છે અને આનંદ માને છે.
જે સ્તવન વગેરેને અર્થ સમજવામાં આવે અને તે ગાતાં શરીરમાં ભક્તિભાવના આંદલે પ્રગટે, તન વિકસે, આંખે વિકસે, આત્મામાં રસનાં ઝરણે પ્રગટે એવાં સ્તવન ગાવાં અગર તત્કાલ પ્રભુની આગળ નવાં બનાવીને ગાવાં–માતૃભાષામાં રચેલ સ્તવને, તુત સમજાય છે માટે માતૃભાષામાં સ્તવને, સ્તુતિઓ વિગેરેની રચના કરવી તે અત્યંત ઉપયોગી છે. શબ્દ બોલતાંની સાથે સહેજે અર્થ સમજાય અને હૃદયમાં ભક્તિભાવપ્રગટ થાય એવાં સ્તવને અને સ્તુતિયોને બોલવી જોઈએ, શબ્દના અર્થની માલુમ ન પડે અને પિોપટની પેઠે ફક્ત બેલી જવાય એવાં ચિત્યવંદનસ્તાન સ્તવન વગેરેથી ભક્તિરસ પ્રગટતો નથી, ભક્તિભાવના પ્રગટતી નથી, માટે જે સ્તવન વગેરેને પરિપૂર્ણ અર્થ સમજાય તે સ્તવનને મુખે કરવાં અને તદ્દદ્વારા પ્રભુની સ્તવના કરવી. જે સ્તવન વગેરેથી ભક્તિ કરનારને ભક્તિ આનંદરસ પ્રગટે તેણે તે સ્તવન વગેરેનું ગાન બાહ્ય પીગલિક સુરનરની ઋદ્ધિ પદવી મેળવવાની ઇચ્છાએ સ્તવનાદિ અનુષ્ઠાન કરવું તે ગરલ અનુષ્ઠાન છે. પરભવનાં સુખ ભોગવવાની ઈચ્છાએ કરાતું સ્તવનાદિ અનુષ્ઠાન તે વિષાનુષ્ઠાન છે બાહ્ય દેખાદેખીએ ગાડરિયા પ્રવાહે મિથ્યાત્વ બુદ્ધિથી જે. સ્તવનાદિ પ્રવૃત્તિનું કરવું તે અ ન્ય અનુષ્ઠાન છે. સમ્યમ્ દષ્ટિપૂર્વક મેક્ષની ઈચ્છાએ બાહ્ય સર્વ કામનાથી મુક્ત નિષ્કામ બની મેક્ષના હેતુએ જ્ઞાનપૂવક પ્રભુની સ્તવના કરવી તે તહેતુ અનુષ્ઠાન છે. સમજણ પડે તેવી ભાષામાં પ્રભુની સ્તવના કરવી શબ્દને આઈ સમજીને વિધિપૂર્વક પોતે
For Private And Personal Use Only