________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર કે નારી હું નહિ, પુદગલથી હું ત્યારે, પુદ્ગલ-કાયાખેલમાં, શુદ્ધ-બુદ્ધતા હારી. નામરૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ, ક્ષત્રિયાણ વ્યવહારથી, કે મારી ન જ્ઞાતિ. અનંતકાળથી આથડી, સંસારમાં દુખી; વિષયવિકારે સેવતાં, કઈ થાય ન સુખી. જડસંગે પરતંત્રતા, મેહ-વૈરીએ તાણી; ઉપકારી સાચા પ્રભુ ! સત્ય પંથમાં આણી. બની વૈરાગણ નેમિની,-પાસે ઝટ આવી, ઉપકારી સ્વામી કર્યો, સંયમલય લાવી. શોભા સતીની મટકી, જગ રાજુલ પામી; રહેનેમિને બેધથી, થઈ ગુણવિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવ–સ્વામી કીધા; અદ્દભુત ચારિત્ર ધારીને, જગમાં જશ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં ઉતારી, નવરસ–રંગે ઝીલતી, લહે સુખ ખુમારી, ચેતન-ચેતના ભાવથી, એક સંગે મળિયાં ક્ષપકશ્રેણિનિસરણિથી, શિવમંદિર ભળિયાં. કર્મ-કટક સંહારીને, તેમ-રાજુલનારી, શિવપુરમાં સુખિયાં થયાં, વંદુ વાર હજારી. શુદ્ધ ચેતન સંગમાં, શુદ્ધ ચેતના રહેશે, બુદ્ધિસાગર ભકિતથી, શાશ્વત સુખ લહેશે.
૨૩ પાર્શ્વનાથ સ્તવન.
( રાગ ઉપર. ) પાર્શ્વપ્રભુ પ્રભુતામયી, મારે મેટું શરણું, મેરૂ અવલંબી કહે, કેણુ ઝલે તરણું.
For Private And Personal Use Only