________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુનીલાલ કાળીદાસ, શા. છનાલાલ હરગોવીંદદાસ, શ, સુનીલાલ નથુ, વિગેરે શ્રાવકની ઘણી વિનંતી થવાથી ૧૯૬૪ નું ચોમાસું માણસામાં કરવામાં આવ્યું અને ત્યાં પર્યુષણના દિવસમાં ક્ષમાપનાનું સ્વરૂપ સમજાવવા માટે સાંવત્સરિક ક્ષમાપના ગ્રંથ ભાદરવા સુદિ ૧ એકમે શરૂ કરી ત્યાં જ પૂર્ણ કર્યો. વ્યાખ્યાન પછી જે નવરાશ મળતી તેમાં આ ગ્રંથ લખવામાં આવતો હતો. આ ગ્રંથમાં દ્રવ્ય ભાવ ક્ષમા પના કેવી હોય છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. દિવ્યક્ષમાપના અને ભાવ ક્ષમાપના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. સર્વ જીની સાથે આત્મભાવે વર્તવાથી આત્મા સ્વયં પરમાત્મા થાય છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ક્ષમાપના કરવાથી મૃગાવતીની તથા ચંદના સાથ્વીની પેઠે આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને વૈર ઠેલ વિગેરે કલેશે શમી જાય છે. ભાદરવા સુદ ૪ના દિવસે તથા ભા. સુદિ ૫ ના દિવસે સર્વ ગવાળાઓ મિચ્છામિ દુકકડમ એક બીજાને કરે છે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે આ ગ્રંથ વાંચવાથી સર્વ જૈન સારી પેઠે સમજી શકશે અને આત્માની શુદ્ધિમાં વધી શકશે, ક્ષમાપના સંબંધી અમોએ સાત આઠ કાવ્ય પ્રસંગોપાત્ત લખેલાં તે પણ આ
www.kobatirth.org
For Private And Personal Use Only