________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦). જ્ઞાન જોઈએ. પરમાર્થ સાધન વિના જે જે કંઈ સાંભળે છે તે શ્રવણ નથી. જેમાં આત્મજ્ઞાન નથી તે શ્રવણ નથી, તે તમાસે છે માટે મુખ્યતાએ પરમાર્થના ગ્રંથ સાંભળવા, તે વગર અનેક વિષયમાં ગુંચાવું પડશે અને બ્રાન્તિના ખાડાઓમાં પડવું પડશે. જીવતે છતાં સાર્થક કર્યું નહિ અને આયુષ્ય વહી ગયું તેને તે વાવ્યા વિના અનાજ ન ઉગે તેવું થાય છે. જ્ઞાની છે તેનું શરીર જંગલમાં સ્મશાનમાં અથવા ગમે ત્યાં પડે તે તેને દરકાર નથી. જે જ્ઞાનીઓને શરણે જાય તે જ્ઞાની બને છે; અને બીજા લોકોના ઉપયોગમાં આવે છે. પરમાર્થનો જન્મ સદ્ગુરૂના સેવનવડે થાય છે, અને સદગુરૂના સેવનથી અકસ્માત્ સર્વ બાબતેનું સમાધાન થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only