________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) ગયે. વળી જ્ઞાની સાધનથી સર્વ સંસારને ત્યાગ કરે છે, અને પરમાર્થનું સાધન કરે છે. જે મનથી સંસારને કંટાળે માને છે અને અંતઃકરણથી વિષને ત્યાગ કરે છે, અને તેજ આગળ જતાં પરમાર્થનો પંથ પકડે છે. આ મનના વેગથી સંશ ઉઠે છે અને શાંતને નાશ થાય છે. માટે આત્મ સ્વરૂપને નિશ્ચય ખસવા દે નહિ. જે દેખાય છે તે અસાર છે અને દેખાતું નથી તે બ્રહ્મસાર છે. એ વાત સદગુરૂના ભાષણને વિચાર કરવાથી સમજાય છે. મારું શરીર એવું અંતરમાં લાગે છે, તેથી મારું કહેનારે શરીરથી જૂદે છે અને જે જૂદ છે તેજ આત્મા છે. તથા સંકલ્પરૂપી મન મારૂં એવું જે માને છે અને ન માનનાર મનથકી દે છે. આત્મા જ્ઞાન દર્શન ચરિત્ર વડે પરિપૂર્ણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાન, આત્માથી ભિન્ન નથી. જ્ઞાનવડે પોતાના સ્વરૂપનો તથા પરના સ્વરૂપને પ્રકાશ થાય છે માટે જ્ઞાન સ્વપર પ્રકાશક છે. આત્મજ્ઞાન થયા બાદ બીજું કંઈ જાણવાનું રહેતું નથી. કારણ કે જેટલાં શાસ્ત્ર
www.kobatirth.org
For Private And Personal Use Only