________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) તે સર્વ કરી શકાય છે. આ નરદેહના રોગથી કેટલાક ભક્તિમાં વળગ્યા અને કેટલાક ઘણુ વૈરાગ્યથી મેટા મોટા પહાડમાં ધ્યાનાર્થે જઈ બેઠા, કેટલાક તીર્થોટન કરે છે. મનુષ્યદેહ પામીને કેટલાક મહા અનુભવે વિખ્યાત થયા, કેટલાક પ્રખ્યાત ભક્તો થયા ને કેટલાક સિદ્ધ થઈ આકાશ માર્ગે ચાલવા લાગ્યા, કેટલાક તેજમાં તેજ થઈ ગયા એટલે મિક્ષમાં વસ્યા. આ નરદેહના આધારે કરી અનેક પ્રકારનાં સાધનેની રાહે મુખ્ય સારાસારને વિચાર કરી ઘણા કર્મબ ધનથી છૂટી ગયા.
નરદેહના સાગથી ઘણા લેકે અહં પણ મૂકી સ્વસ્વરૂપના આનંદથી સુખી થઈ પરમપદને પામ્યા, જેમને ઉદ્ધાર થયો તે પણ નરદેહથીજ જાણો. પશુ પંખીના દેહથી મોક્ષપદની પ્રાપ્તિ નથી.
સંત, મહંત, ઋષિ, મુનિ, સિદ્ધ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, વિક્ત, યેગી, તપસ્વી એ સર્વ નદેહ ધરનારાજ થયા છે.
www.kobatirth.org
For Private And Personal Use Only