________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
સંતસ્તુતિ. પરમાર્થ ઉત્પન્ન થવાનું ઠેકાણું જે સંતજને તેને હું વંદન કરું છું. કારણ કે સંતજનેથી જ નિરાકારનું ગુપ્ત જ્ઞાન જગતમાં પ્રગટ થાય છે. નિરાકાર આત્મવસ્તુ, લક્ષમાં ન આવનારી તથા વાણીમાં ન આવી તેથી તેને વિષયની માફક લાભ નથી જ, તથાપિ તે અપ્રતિમ વસ્તુ સંતસમાગમ વડે સહેલથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ બુદ્ધ પરમાત્મા દેહમાં છતાં પણ જોવામાં આવતા નથી, તેને માટે અનેક પ્રકારનાં સાધને કરવામાં આવે છે, તે પણ તે પ્રાપ્ત થતા નથી. એવા પરમાત્મા સંતસમાગમે સહજ મળે છે. જેનું સ્વરૂપ દીપકવડે અથવા અનેક પ્રકા૨ના પ્રકાશવડે જેવા લાગીયે તોપણું દેખાતું નથી, એવું આત્મસ્વરૂપ સંતસમાગમે સહજ અનુભવમાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવા સારૂ અનેક પ્રકારની ઈચ્છા રાખી પ્રયત્ન કરનારા તથા તર્કબાજ લોકો સદગુરૂ તથા સંતસમાગમ વિના મૂંગા બેઠા, અલબત્ત, તેનાથી કંઈ થઈ શકયું નહિ. આનંદ,
www.kobatirth.org
For Private And Personal Use Only