________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) આચાર વિચારના શોખીન છે, છતાં આ દેશની હાજતે શી છે? તેના પણ અભ્યાસી જણાય છે. અને તેથી જ પિતાના રાજ્યમાં ગાય, ભેંસ, બળદ, વિગેરે જાનવરને વધ નહીં કરવાનું જાહેરનામું બહાર પાડયું છે. હમણાંજ ગોંડલના દયાળુ રાજાએ મકાંનાં નાનાં બચ્ચાં જેઓ ચારો ન ચરી શકે તેવા હોય છે તેમને રક્ષણ મળી શકે તે હુકમ બહાર પાડી તે હુકમની વિરૂદ્ધ ચાલનારને શિક્ષા ઠરાવેલા છે. આ હુકમ બહાર પાડી નામદાર ઠાકોર સાહેબે એક રાજ્યવંશીની ફરજ અદા કરી છે. કેમકે ક્ષત્રી રાજાઓને એ ધર્મ છે કે-નિરપરાધી નિર્બળ જીનું સબળ શત્રુઓથી રક્ષણ કરવું.
આ દેશના દુર્ભાગ્યે હજારે બકરાં ઘેટાં દરરોજ માંસાહારી પ્રજાને માટે ખોરાક તરીકે કસાઈ ખાતામાં કપાવાં લાગ્યાં છે, અને નાનાં બચ્ચાંઓને રખડતાં મુકવાથી નાશ થાય છે. ઘેટાં બકરાઓની સંખ્યામાં આવી રીતે ઘટાડે થવાથી આ ઉપગી જાનવરનું મૂત્ર અને લીંડીઓ જે ઉમદા ખાતર
www.kobatirth.org
For Private And Personal Use Only