________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) પુરૂનું લક્ષણ છે. અનુકંપાદાન કરતાં સુપાત્રદાન મેટું છે અને સુપાત્રદાન કરતાં અભયદાન મોટું છે. અભયદાનના બે ભેદ છે. દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાન. સર્વ દાનમાં ભાવ અભયદાન મોટું છે ભાવ અભયદાનથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અને ક્ષ. માથી ધર્મનું સ્થાપન થાય છે. ક્રોધને જીત્યા વિના ક્ષમાં આવતી નથી. ક્ષમા એ સર્વગુણેમાં મોટે ગુણ છે. ક્ષમા વિના સત્યધર્મ ટકી શકતો નથી, હવે તે ધર્મનો નાશ, ક્રોધ અને લોભથકી થાય છે. ક્રોધના સમાન દોષ નથી. તેમના સમાન કઈ અવગુણ નથી. લોભથી હિંસા જૂઠ ચોરી વ્યભિચાર વિગેરે દેશે પ્રાપ્ત થાય છે.
આ પાંચ નિયમની અંદર સામાન્ય વ્યવહારથી સર્વ ધર્મને સમાવેશ થાય છે. તે ઉપર લેક દર્શાવે છે.
. अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनं । पंचस्वतेषु धर्मेषु, सर्वे धर्माः प्रतिष्ठिताः॥
www.kobatirth.org
For Private And Personal Use Only