________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦ ) છે. તેમની શાંતિ અંત:કરણથી ઈચ્છીએ છીએ. હાલ લશ્કરમાં હજારે પશુ પંખીઓને નાશ થતે જોવામાં આવે છે. તેમ ફાલતુ પણ ઘણે નાશ જોવામાં આવે છે. તેથી ધમી પુરૂષની લાગણી દુ:ખાય છે.
હાલ પણ ઇગ્લાંડની ગાદીએ બીરાજનાર એડવર્ડ શહેનશાહના પ્રતાપથી પશુઓને કંઈક ઘાત નરમ પડે છે. પિછાવાળી ટેપીઓ વિગેરે વપરાતી બંધ પડી છે. વિદ્વાન કેટલાક અંગ્રેજે હવે દયાળુ થતા જાય છે, અને પશુ પંખીઓને નાશ કરે એ મોટું પાપ અને ઘાતકીપણું સમજે છે.
ગુજરાતમાં આવેલા માણસા ગામના ઠાકેર રાળ શ્રી તખતસિંહજી તથા વરસેડાના ઠાકર સાહેબ શ્રી સૂર્યમલસિંહજી બહુ દયાળુ છે, અને જીના પ્રતિ બહુ દયાળુ છે, રાઓળછ શ્રી તખતસિંહજી તે માંસ, દારૂ, ભાંગ, ગાંજો, વેશ્યાગમન વ્યસનના પરમશત્રુ છે, અને પરનારી સહેદર છે. તેથી માણસાની પ્રજા ખડ દયાળુ થઈ છે. રાજાની છાપ પ્રજા ઉપર પડે છે તે આ દાખલાથી માલુમ પડશે.
www.kobatirth.org
For Private And Personal Use Only