________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬). હતી. અલબત્ત ધર્મની કેળવણથી જગતનું કલ્યાણ થાય છે. હાલ જાપાનમાં ધર્મની કેળવણુની મુખ્યતા છે. તેથી ત્યાંના લોકો સ બાબતમાં હશીયાર થાય છે. વનરાજે ફરીથી પિતાનું રાજ્ય મેળવ્યું, અને અણહિલપુરપાટણ વસાવી રાજ્ય કરવા લાગ્યા. પંચાસરા પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું. ધર્મ નો ઉદ્ધાર કર્યો કરેડા મનુષ્યની સલાહશાંતિ જાળવી. વનરાજ ચાવડાની પાછળ પણ સારા રાજાઓ થઈ ગયા. ત્યારબાદ ગુજરાતની ગાદી ઉપર મૂળરાજ સેલંકી રાજ્ય કરવા લાગ્યા. તેઓએ પણ ધર્મ માર્ગને સારૂં ઉત્તેજન આપ્યું. મૂળરાજની ગાદીએ ભીમ વિગેરે રાજાઓ થયા ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહ થયે. સિદ્ધરાજ જયસિંહે સદાવ્રત મંડાવ્યાં. મંદિર બંધાવ્યાં. ઘણું પ્રાણીએને શાંતિ આપી–સિદ્ધરાજ જયસિંહના ઉપર જૈન મુનિઓની સારી પ્રીતિ હતી. તેમ રાજાની પણ જૈન ધર્મ ઉપર પૂજ્યબુદ્ધિ હતી. સિદ્ધરાજ જયસિંહની પછી કુમા૫ાળ રાજા થયે, કુમારપાળને
www.kobatirth.org
For Private And Personal Use Only