________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ૯૭ પંચમકાળમાં ભરતક્ષેત્રમાં ઉત્તમ જીવેનું અવતરવું થોડું છે.
૯૪ અન્યાયી રાજાઓનું જોર આર્યાવર્તમાં વિશેષ છે.
૯૫ હિંસા, માંસભક્ષણ, વેશ્યાગમન, વિષયભોગ, છળકપટ, રાજ્યાકાંક્ષા, સ્વાર્થતા આદિ પ્રાય: અનાર્યધર્મપંથોમાં જોવામાં આવે છે, અને તે યુરોપ દેશમાં જુઓ.
૯૬ જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.
૯૭ પશુ પંખીમાં આત્મા છે માટે તેમને નાશ (ઘાત) કરવો નહીં.
૯૮ હે વીર–સર્વજ્ઞ ! તારાં કેવળજ્ઞાનનાં વચનમાં જે તત્વજ્ઞાનની સત્યતા સમાઈ છે તે અન્યત્ર નથી.
૯ ખાદ્ય પદાર્થમાં સુખ નથી. ખરેખર અંતરમાં સુખ છે. સત્ય કહું છું.
૧૦૦ જેના હૃદયમાં દયા નથી. તેનામાં ધર્મ નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only