________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લમાં બે દિવસ સંધ રહ્યો. અમાએ ગામની બહાર તંબુમાં બે દિવસ મુકામ કર્યો હતો. રૂપાલના સંઘની આગળ વ્યાખ્યાન વાંચ્યું અને ગામની બહાર ટેકરી ઉપર ધ્યાન ધર્યું અને ગામના ઠાકરને ઉપદેશ આપ્યો. ત્યાંથી વિહાર કરીને ચાલતાં ચાલતાં ટીંટોઈ સંઘ આવ્યો. ટીંટોઈમાં મુહરી પાર્શ્વનાથની અલૌકિક પ્રાચીન પ્રતિમા છે. તે ગામમાં વ્યાખ્યાન આપ્યું અને ત્યાંના ઠાકોર દીપસિંહજીને અહિંસાને ઉપદેશ આપ્યો તથા માણસાના ચાવડારજપુત કારભારી શ્રી અર્જુનસિંહજીને નીતિનો ઉપદેશ આપ્યા. ત્યાંના ઠાકોરે રાજી થઈને સંઘને પંદર સ્વારે સહિત શામળાજી સુધી મૂકવા આવ્યા અને સંઘને સારી મદદ કરી. શ્રી જગચિંતામણિમાં મુહરી પાસ દહ દુરિય ખંડણ એવો પાઠ છે. તેમાં મુહરી પાર્શ્વનાથનું નામ આવે છે. શામળાજીની પાસે દક્ષિણ દિશાએ હાલ પણ મુહરી યાને મારી નગરનાં ખંડેર છે અને હાલ ત્યાં મારી ગામને ઠાર છે. અઢી હજાર વર્ષ ઉપર આ મેરી ગામ હયાતી ભાગવતું હોય અને એના નામે મુહરી પાર્શ્વનાથની પ્રતિમા પ્રસિદ્ધ થયેલી હોય એમ અનુમાન થાય છે. મેહરી પ્રાચીન નગર હતું એ તે નિર્વિવાદ છે. શામળાજીમાં બે દિવસ સંધ રહ્યો હતો અને અમો મેરીનાં જુનાં ખંડેરે જેવા ગયા હતા, અને આજુબાજુનાં પ્રાચીન દેવળના કેટલાંક
www.kobatirth.org
For Private And Personal Use Only