________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડેરેના અવશેષ ટુકડા દેખ્યા. મુસલમાન બાદશાહની સ્વારી પ્રસંગે મેહરી ગામમાંથી મેહરી પાર્શ્વનાથની પ્રતિમા ખસેડી ગુપ્ત રાખવામાં આવી હતી અને પશ્ચાત્ કેટલાક સૈકાઓ વીત્યા પછી ટીંટોઈમાં સ્થાપન કરવામાં આવી છે. ત્રણસે ચારસે વરસ અગર તે ઉપરાંતનું દેરાસર હોય એમ જણાય છે. શામળાજીનું દેરાસર અસલના જેન દેરાસર જેવું છે. શામળા પાર્શ્વનાથના નામે એ શામળાજીનું દેરાસર પહેલાં પ્રસિદ્ધ થયેલું હોય એમ લાગે છે. પાછળથી મુસલમાન બાદશાહના વખતમાં ભયના પ્રસંગે ત્યાંથી શામળા પાર્શ્વનાથની પ્રતિમા ખસેડવામાં આવી હોય એમ લાગે છે અને પાછળથી ખાલી પડેલા દેરાસરમાં હિંદુઓએ કૃષ્ણ વિગેરેની મૂર્તિ બેસાડી હોય એમ લાગે છે. શામળાજીના પૂર્વ દિશાના ડુંગરામાં બે કલાક ધ્યાન ધર્યું હતું અને તેથી ઘણો આનંદ થયો હતો, શામળાજીથી વિહાર કરી સંઘની સાથે સામેરા આવવાનું થયું, અને ત્યાંથી નાગફણા પાર્શ્વનાથની યાત્રા કરી અને ત્યાંથી વીંછીવાડામાં મુકામ કર્યો. વીંછીવાડામાં જીનેશ્વર ભગવાનના દર્શન કર્યા અને ઘણે આનંદ થયો અને ત્યાંથી ડુંગરપુર સંધ ગયો. ડુંગરપુરમાં ત્યાંના રાજાનું કારભારી મંડળ દર્શન કરવા આવ્યું હતું, તેને ઉપદેશ આપ્યો. ડુંગરપુરના જીનમંદિરની યાત્રા કરી અને ડુંગરપુરથી દેવળ અને લાપનો કુવો એ બે ઠેકાણે સંધે પડાવ કર્યો અને વિ.
www.kobatirth.org
For Private And Personal Use Only