________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
કંઈ અવશેષ નથી. આત્માની જ્ઞાનાદિક અખંડ સંપત્તિ પ્રાપ્ત કરી ભવ્યાત્માએ બાહ્ય સંપત્તિએથી નિ:સ્પૃહ અને છે, દેવેન્દ્ર અને ચક્રવત્તીઓથી પણ તેઓ અધિક સુખી હાય છે. ( નિ:સ્પૃહસ્પતુળવતનમા તે ) નિ:સ્પૃહતાનું મૂળ કારણ આત્મભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હું આત્મા અદ્વિતીય–એક છુ, પુદ્ગલભાવથી ભિન્ન છું, નિશ્ચયનયથી અને સંગ્રહનયની અપેક્ષાએ હું શુદ્ધ છું, બુદ્ધ છું અને પરિપૂર્ણ છે. મ્હારૂ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, નિશ્ચયનયે વિપાક કર્મથી જુદો છું, હું અસંખ્યાત પ્રદેશી આત્મા છું. કાયા માયા આદિ વિનશ્વર ધર્મથી અલગ છું. હું સ્ત્રી પુરૂષ અને નપુ ંસક વેદ રહિત-અવેદી છેં. વળી અરૂપી, અમૂત્ત અવિનાશી અને અખંડ જ્યેાતિ સચ્ચિદાન દ સ્વરૂપ છું. આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. તેમ જ શુદ્ધ બ્રહ્મ રૂપ છું છતાં હું અનાદિ કાળથી મિથ્યા પ્રવૃત્તિને લીધે વ્યવહારથી દુ:ખ ભાગવુ છું, મ્હારા જન્મમરણનુ કારણ તે અજ્ઞાનતા છે, અજ્ઞાનતાથી કરેલાં કર્મો અજ્ઞાનતાએ ભાગવ્યાં તેથી સંસાર વધાર્યા. મ્હે. મ્હારી ભૂલ જાણી નહીં તેથી દુ:ખના પ્રસંગે ભાગન્યા. જ્ઞાનની બલિહારી છે, કહ્યુ છે કે જ્ઞાન સમાન ધન નહીં, સમતા સમુ નહીં સુખ; જીવન સમી આશા નહીં, લાભ સમુ નહીં દુ:ખ. ૫૧!
જ્ઞાની પુરૂષાશ્વાસેાશ્વાસમાં કિઠન કર્યાના નાશ કરે છે, નિશ્ચયથી હું અક્રોધી, અમાની, અમાયી, અલેાભી, અદ્વેષી, અખેદી, અછેદી, અભેદી એવા સિદ્ધ સ્વરૂપી છું, જ્ઞાનિ પુરૂષાએ સત્તાએ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. જ્યારે તેવા ભાવને જાણી કવિપાકથી અલગ થઈશ ત્યારે તેવા ગુણ પ્રગટ થશે. માટે કર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only