________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫ પાંચસો ધનુષથી ઓછી અને બે હાથથી અધિક એવા મધ્યમ શરીર વાળા એક સમયે એકસોને આઠ સિદ્ધિ પદને પામે છે. આનો વિશેષ ભાવાર્થ નંદીસૂત્રાદિકથી જાણી લેવો છે ૩૪૫ છે
હવે સૂત્રકાર સર્વ આશ્ચર્યોને જણાવે છે તેમાં પ્રથમ એકસો આઠ સિદ્ધ થયા તે જણાવે છે– मूलं-एकसमयेण जुगवं, उक्कोसोगाहणाइ जं सिद्धा ॥
उसहो नवनवइसुआ, भरहसुआ अ तं पढमं ।। ३४६॥ छाया-एकसमयेन युगप-दुत्कृष्टावगाहनया यत् सिद्धाः ।।
ऋपभोनवनवतिसुता-भरताष्टसुताश्चतत्प्रथमम् ॥ ३४६ ।।
ભાવાર્થ–એક સમયમાં સાથેજ ઉત્કૃષ્ટ શરીરની અવગાહનાવાળા સિદ્ધ થયા તે શ્રી કષભદેવપ્રભુ તથા તેમના બાહુ બલિ આદિ નવાણું પુત્ર અને ભરતના આઠ પુત્ર એમ શ્રી ઋષભદેવના તીર્થમાં પાંચસો ધનુષની ઉત્કૃષ્ટ કાય વાળા એકસોને આઠ (૧૦૮) સિદ્ધ થયા, તે પ્રથમ આશ્ચર્ય જાણવું. ૩૪૬ છે मूलं-सीअलतिथे हरिवा-सजुयलिओ पुव्यवेरिअमरेणं ॥
रज्जेठविओतत्तो, हरिवंसोसेसपयडत्था ॥ ३४७। छाया-शीतलतीर्थे हरिवर्षयुगलिकः पूर्ववैर्यमरेण ॥
राज्येस्थापितस्ततो-हरिवंशः शेषं प्रगटार्थम् ॥ ३४७ ॥
ભાવાર્થ-શ્રી શીતલનાથના તીર્થકાલમાં પૂર્વ ભવ સંબંધિ વૈરિદેવે હરિવર્ષ ક્ષેત્રના યુગલિયાને ત્યાંથી
For Private And Personal Use Only