________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
આ રૂદ્રો ઘણી કઠિણ તપશ્ચર્યા કરનાર હતા અને અગીયાર અંગના ધારણ કરનારા હતા. આ મહામુનિઓ કઠિણ તપશ્ચર્યા કરતા હોવાથી રૂદ્ર નામથી ઓળખાય છે ૩૩૮મા (૩૩ જિનતીર્થોમાં પ્રસિદ્ધ રૂદ્ર નામ કથનરૂપ ૧૬૭ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે જે જિનના તીર્થમાં જે દર્શન ઉત્પન્ન થયાં તે જણાવે છે– मृलं-जाणं सइवं संख, वेअंतियनाहिआण बुद्धाणं । वइसे
सियाण वि मयं, इमाई सग दरिसणाई कमा ॥३४०॥ तिनि उसहस्स तित्थे, जायाइं सीअलस्स ते दुन्नि ।
दरिसणमेगं पास-स्स सत्तमं वीरतित्थमि ॥३४१॥ छाया-जनं शैवं साङ्क्षय, वेदान्तिकनास्तिकानां बौद्धानाम् ॥
वैशेषिकाणामपिमत-मिमानि सप्त दर्शनानि क्रमात ३५० त्रीणि ऋषभस्य तीर्थे, जातानि शीतलस्य ते चोभे ॥ दर्शनमेकं पार्श्व-स्य, सप्तमं वीरतीर्थे च ॥३४१॥
ભાવાર્થ–જેનદર્શન, શેવદર્શન, અને સાંખ્યદર્શન, તેમજ વેદાંતિક, નાસ્તિક, બૌદધ, અને વૈશેષિક દર્શન એમ સાત દર્શન મુખ્ય જાણવાં. તેમાંથી જૈન, શિવ, અને સાંખ્ય એ ત્રણ દર્શને શ્રી કષભદેવના તીર્થમાં ઉત્પન્ન થયાં, વેદાંતિક અને નાસ્તિક એ બે દર્શન શ્રી શીતલનાથના તીર્થમાં ઉત્પન્ન થયાં, બૌદ્ધ દશન શ્રી પાર્શ્વનાથના તીર્થમાં
For Private And Personal Use Only