________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચછ દાદાના શિષ્યશ્રી મોહનવિજ્યજીએ ભાઈ લક્ષ્મીચંદના જીવનમાં ભારે પલટ કર્યો, તે મુનિશ્રીના સહયેગે તેમને ધામિક સંસ્કારી બનાવ્યા અને ચારિત્ર રૂચિ ઉત્પન્ન કરી.
દરમિયાન ભાઈ લક્ષ્મીચંદને ગોધાવીમાં પોતાની બેનને ત્યાં જવાને કઈકવાર પ્રસંગ પડતું, ત્યાં તેઓ સુવિખ્યાત ક્રિયાપાત્ર શ્રીમાન રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના પ્રસંગમાં આવ્યા. વખતે વખતે તેમની તરફથી વૈરાગ્યને ઉપદેશ સાંભળતાં ઉત્પન્ન થએલી ચારિત્ર રૂચિ વધારે પુષ્ટ થઈ, અને છેવટે દીક્ષા લેવાને તૈયાર થયા. સં. ૧૯૬૪ ના મહા વદી ૬ ના દિવસે લોદ્રામાં જઈ તેમણે શાંતમૂતિ ક્રિયાપાત્ર શ્રી સુખસાગરજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા અનુક્રમે ઉંઝામાં આવ્યા, ત્યાં લુહારની પોળવાળા પં. શ્રી પ્રતાપવિજયજી પાસે સં. ૧૯૬૪ ના વૈશાખ વદી ૬ ના રોજ વડી દીક્ષા થઈ અને તેમને આચાર્ય વર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી (તે વખતે મુનિશ્રી બુદ્ધિસાગરજી) ના શિષ્ય તરીકે જાહેર કર્યો. આ પછી જ્યાંસુધી શ્રી સુખસાગરજી મહારાજ હયાત હતા ત્યાં સુધી તેઓ તેમની પાસે રહ્યા અને તેમની અત્યંત સેવાશુશ્રષા કરી તેમને ભારે પ્રેમ મેળવ્યું.
વલ ગુરૂજીના સાથે ૧૯૬૪ નું પ્રથમ માસું માણસામાં કર્યું. ત્યાં તેમણે આવશ્યક ક્રિયા, ચાર પ્રકરણુ વિગેરેનો તથા પ્રો. ભાંડારકરની સંસ્કૃત બે બુકને અભ્યાસ કર્યો ત્યારે પછી લઘુ પ્રક્રિયા તર્ક સંગ્રહ અને
For Private And Personal Use Only