________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- આચાર્ય શ્રીમાન અદ્ધિસાગર સૂરીશ્વરજીનું
સંક્ષિપ્ત જીવન વૃત્તાંત, જે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડે) જૈન સમાજને બુદ્ધિમાન ઘણુ સાધુએ સમર્યા છે તેમાં આવેલા ઝાલાવાડ પ્રાંતના વઢવાણ શહેરમાં આચાર્યવર્ય શ્રી અદ્ધિસાગર સૂરીશ્વરજીને જન્મ વિ. સં. ૧૯૪૧ ના વૈશાખ વદી ૧૪ ના રોજ થયે હતા. તેમનું ગૃહસ્થાશ્રમનું નામ લક્ષ્મીચંદ હતું તેમના પિતાનું નામ ટેકરસીભાઈ તથા માતાનું નામ ઝકલબાઈ હતું. ટેકરશીભાઈ પારેખ કુટુંબના હેઈ તેમને રાજયમાં સારે લાગવગ હતું. તેઓ મણીઆરને કરતા હતા અને શાંતિપૂર્વક પિતાને નિર્વાહ કરતા હતા.
ભાઈ લક્ષ્મીચંદ બાલ્યાવસ્થામાંથી જ સૌમ્ય અને ભકિક પ્રકૃતિના હતા. તેમને સાતેક વર્ષની વયે નિશાળે ભણવા મુક્યા ત્યાં તેઓએ ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ તેમનામાં વિનય, ધર્મરાગ, પ્રભુભક્તિ વિગેરે બીજરૂપ રહેલા ગુણે વૃદ્ધિ પામ્યા; સંસારપર રૂચિ ઓછી થતી ગઈ ને મન વૈરાગવાસિત થતું ગયું, સંસારની અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓનું નિરીક્ષણ થતાં તેમને સંસાર અસાર ભાસવા લાગ્યું હતું અને આત્મ કલ્યાણ કરવાને શ્રેષ્ઠ માર્ગ કયો એ વાત તેઓ પિતાના મનને પૂછી રહ્યા હતા. વખતો વખત મુનિ મહારાજાઓના પ્રસંગમાં આવતાં તેઓ તેમની જીવનની પ્રવૃત્તિપર ખાસ ધ્યાન આપતા હતા. ખાસ કરીને તપસ્વીજી શ્રી ખાંતિવિજ
For Private And Personal Use Only