________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
દુઃખને સહન કરવાં આ બાહ્ય તપ. હવે અભ્યન્તર તપપ્રાયશ્ચિત્ત ગુરૂની પાસે વિનયપૂર્વક પાપની આલોચના કરવી (૧) વિનય-ગુરૂ આદિકનું બહુ માન કરવું તેમનાથી ઉંચા અને સરખા એવા આસનને ત્યાગ કરો (૨) વૈયાવચ્ચગુરૂ, આચાર્ય, સાધુ, સંઘ, અને શ્રાવક, રોગી, વૃદ્ધસાધુ વિગેરેની સેવા-સુશ્રુષા કરવી તે (૩) સ્વાધ્યાય-વાંચવું, પુછવું. આ વર્તન કરવું, ભાવનાભાવવી, ધર્મકથા કરવી, આ ચાર પ્રકારને સ્વાધ્યાય (૪) ઉત્સર્ગ–કાયા ઉપરના મમત્વને ત્યાગ કરીને ધ્યાનમાં સ્થિરતા રહેવા રૂપકાત્સર્ગ (૫) ધ્યાન આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન શુકલ ધ્યાનમાં પ્રવૃતિ કરવી (૬) આ છ અભ્યન્તર તપ. ચોથો ભાવ-સાધુ પુરૂષ અશુભ માનસિક ભાવનાને ત્યાગ કરીને શુભ અથવા શુદ્ધ ભાવનામાં પ્રવર્તવું. એ ચાર પ્રકારને ધર્મ સર્વે જીનેશ્વરએ કહેલે છે. અથવા બે પ્રકારને ધર્મ પણ તીર્થકરોએ કહેલું છે, કૃતધર્મ (૧) દ્વાદશાંગી પ્રકરણ. વિગેરે તીર્થંકર પ્રણીત શ્રુતજ્ઞાનને ભણવું ભણાવવું ભણનારને સહાય આપવી આ કૃતધર્મ છે. તથા બીજે ચારિત્ર ધર્મ તેનું વર્ણન આગળ કહી ગયેલા છીએ. પરદા ધર્મભેદ કથનરૂપ ૧૪૧ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે વસ્ત્રવણ કથનરૂપ ક૫ જણાવે છે. मूलं--पुरिमंतिमतित्थेसुं, ओहनिजुत्तीइ भणिअ परिमाणं ॥
सिअवत्थं इअराणं, वनपमाणेहिं जहलद्धं ॥२९७ ॥ छावा--प्रथमाऽन्तिमतीर्थेषु, ओघनियुक्तिभणितपरिमागम् ।।
श्वेतवस्त्रमितरेषां, वर्णप्रमाणैर्यथालब्धम् ॥२९७ ॥
For Private And Personal Use Only