________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ રત્નમય પ્રભુને બેસવાનું સિંહાસન (૫) ભાવલય–પ્રભુના મસ્તકની પાછળ પ્રભા એટલે કાંતિનું મંડલ જેને ભામંડલ કહે છે. અર્થાત પ્રભુની કાંતિ અપાર હોવાથી ભવ્ય લોકોની દષ્ટિએ અંજાઈ જાય નહીં તે માટે દેવતાઓ સર્વકાંતિને એકત્રિત કરી ભામંડલ તરીકે પ્રભુની પાછળ સ્થાપન કરે છે (૬) ભેરી-દુભિ નાદ દેવતાઓ કરે છે જેથી પ્રભુને જ્ઞાન મહત્સવ પ્રગટ થાય છે (૭) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર દેવતાઓ સ્થાપન કરે છે (૮) આ પ્રમાણે સર્વ જીનવરના આઠ પ્રાતિહાર્ય જાણવા સ્થાનક (૯) મું સંપૂર્ણ છે ૨૦૮
- હવે તીર્થ સંબંધી ઉત્પત્તિ જણવે છે. मूलम् तेवीसाए पढमे, बीए वीरस्स पुण समोसरणे ।
संघोपढमगणहरो, सुअं च तित्थं समुप्पन्नं ॥ २०९ ।। छाया--त्रयोविंशतेः प्रथमे, द्वितीये वीरस्यपुनःसमवसरणे । संघः प्रथमगणधरः श्रुतश्चतीर्थ समुत्पन्नम् ॥ २०९ ॥
ભાવાર્થ-શ્રી ઋષભદેવથી આરંભી ત્રેવીશ તીર્થકરે ને પ્રથમ સમવસરણમાં ભવ્યાત્માઓને દેશનાદાન સમયે તીર્થની ઉત્પત્તિ થઈ અને વીસમા શ્રી મહાવીર સ્વામીને બીજા સમવસરણમાં દેશના આપતાં તીર્થોપત્તિ થઈ છે. તીર્થ એટલે સાધુ. સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળીને સંઘ તેમજ પ્રથમ ગણધર અને શ્રત (દ્વાદશાંગ) એ ત્રણની સ્થાપના રૂપ તીર્થ જાણવું. તીર્થોત્પત્તિરૂપ (૧૦૦) મું સ્થાનક સમાસ,
For Private And Personal Use Only