________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ બહુ સુખકારી હોય છે (૧૮) શ્રી વીતરાગનું વચન પિતાની લાઘા-સ્તુતિ અને પરની નિંદા રહિત હોય છે. [૧૯) પ્રભુનું વચન સુસંબદ્ધ અને સત્ પ્રસારવાળું હોય છે–
અર્થાત્ ભગવાનના વચનમાં ચોગ્ય સંબંધ હોય છે અને ઘણે વિસ્તાર હેતે નથી (શબ્દાડંબર ૨હિત) (૨૦) પ્રભુના વચનમાં વર્ણ, પદ અને વાની સ્પષ્ટતા હોય છે (૨૧) પ્રભુનું વચન મુખ્ય સત્વગુણવાળું હોય છે (૨૨) પ્રભુનું વચન ષટકારક, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલ, વચન અને લિંગાદિથી ચુકત હોય છે (૨૩) પ્રભુનું વચન અન્યની અપેક્ષાએ વિશેષ અર્થને સ્થાપન કરે છે, તેમજ વિશેષણ સહિત વિશેષ ભાવને જણાવે છે (૨૪) શ્રી વીતરાગનુ વચન ઉદાર-અભિધેય અર્થની ઉદારતા અતુચ્છતા જણાવે છે (૨૫) ભગવાનની વાણું અનેક પ્રકારની ભિન્ન ભિન્ન વસ્તુઓને પ્રકાશ કરનારી હોવાથી તેમજ નાના પ્રકારના વિભિન્ન અર્થને આશ્રય હોવાથી વિચિત્ર પ્રકારની છે. (૨૬) પ્રભુની વાણ કેઈના મર્મને ઉઘાડનારી હોતી નથી અર્થાત્ અન્ય જીવને આઘાત થાય તેવી ગુહ્ય વાર્તા ભગવાનની વાણીમાં આવતી નથી. સમત્વભાવ પ્રગટ કરનારી છે. (૨૭) પ્રભુની વાણી વક્તા પુરૂષના મનને તથા શ્રોતાઓના મનને ભ્રાંતિ ઉપજાવતી નથી તેમજ વિક્ષેપાદિ માનસિક દેને પ્રગટ કરતી નથી અર્થાત્ રિથરતા આપનારી છે. (૨૮) પ્રભુની વાણ માં પદ, વાકય અને વર્ણાદિની સ્થાપના વિલંબ રહિતયથાવસ્થિતિ ઉચ્ચારણ હોય છે. (૨૯) શ્રી વીતરાગ પ્રભુનું વચન ચુછેદ રહિત વચન રચનાથી પરિપૂર્ણ પ્રમાણ ચુકત હોવાને લીધે વિવક્ષિત અર્થની સિદ્ધિ કરે છે. (૩૦)
For Private And Personal Use Only