________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીય, ઉપયોગ અને તપની વૃદ્ધિ કરવાથી સામાન્યથી વદ્ધમાન નામ જાણવું. વળી વિશેષથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાના ઘરમાં ધન, ધાન્ય, સુવર્ણ અને કુલ વિગેરેની વૃદ્ધિ થવા લાગી. અને કેટલાક દેશમાં જય વિજ્ય મેળવ્યો તેથી ચોવીસમા તીર્થંકરનું નામ શ્રી વર્ધમાન સ્વામી જાણવું (ર૪) ૧૧૯ !
- હવે “વીસ” એ નામની અપેક્ષાએ સામાન્ય વિશેષ અર્થ કહે છે. मूलम्-अहवा भावारिजया, वीरो दुठसुरवामणीकरणा २४ ।
सामन्नविसेसेहि, कमेण नामत्थदारदुगं ॥ १२० ॥ छाया-अथवा भावारिजया-दीरोदुष्टसुरवामनीकरणात् ।
सामान्य विशेषाभ्यां, क्रमेण नामार्थद्वारद्विकम् ॥ १२० ॥
ભાવાર્થ—અથવા ભાવારિ-ક્રોધ, માન, માયા, લેભ, કામ, રાગ અને દ્વેષ વિગેરે અંતરંગ શત્રુઓને વિજય કરવાથી વીર નામ સામાન્ય પણે જાણવું અને બાલ્યાવસ્થામાં આમલકી ક્રીડા કરતાં દુષ્ટ દેવતાએ પ્રભુને ભય પમાડવા માટે તેમને ઉપાડીને સાતતાડ સમાન ભયંકર રૂપ કયું ત્યારબાદ પ્રભુએ તે દેવની દુષ્ટતા જોઈ તેને એક મુષ્ટિ મારીને તેનું વામન સ્વરૂપ કર્યું. પછી તે દેવે પ્રભુની આગળ ક્ષમા માગી, એ પ્રમાણે પ્રભુનું પરાક્રમ જોઈ ઇદ્ર ભગવાનનું નામ મહાવીર (વીર) પાડયું તેથી તેમનું નામ વીર એ પ્રમાણે બીજું પ્રસિદ્ધ થયું. સામાન્ય અર્થની અપેક્ષાએ (૪૦) દ્વાર અને વિશેષ અર્થની અપેક્ષાએ (૪૧)મું દ્વાર કહ્યું.
For Private And Personal Use Only