________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
छाया-रागादिनामनेन, गर्भे पुररोधिनामनान्नमिः ।
दुरिततरुचक्रनेमी-रिष्टमणिर्नेमिस्वप्नतः २२ ॥ ११८ ॥
ભાવાર્થ—-રાગદ્વેષ રૂપ શત્રુઓને નમાવવાથી [ વશ કરવાથી ] નમિ નામ જાણવું, વિશેષપણે પ્રભુ ગર્ભાશયમાં આવ્યા ત્યારે નગરને રાધ કરનાર (રોકનાર) શત્રુભૂત અન્ય રાજાએ પ્રભુની માતાને કિલ્લા ઉપર ફરતાં જોઈ ભય પામીને નાશી ગયા તેથી એક વિશમાં તીર્થકરનું નામ નમિનાથ જાણવું, તેમજ ભવાંતરમાં પરિભ્રમણ કરાવનાર પાયરૂપ વૃક્ષેનો નાશ કરવામાં ચક્રધારાસમાન હવાથી નેમિનાથ એ નામ સામાન્યથી જાણવું અને વિશેષથી ભગવાન્ ગર્ભમાં આવ્યા ત્યારે શિવાદેવી માતાએ સ્વપ્નમાં રિષ્ઠરત્નમય નેમિ (ચકે ધારા) દેખવાથી સ્વપ્નાનુસારે બાવીશમાં તીર્થકર રિષ્ટનેમિ અથવા અરિષ્ટ–અમંગલને નાશ કરવાથી
અરિષ્ટનેમિનાથ જાણવું. ૨૨ ૧૧૮ मुलम्-भावाण पासणेणं, निसिजणणोसप्पपासणा पासो।
नाणाइधणकुलाईण, बद्धणो बद्धमाणो य २४ ॥११९ ॥ छाया-भावानां दर्शनेन, निशि जननी सर्पदर्शनातपावः। ज्ञानादि धनकुलादीनां, वर्द्धनो वर्द्धमानश्च ॥ ११९ ॥
ભાવ થ–સર્વ સંસારમાં રહેલા પદાર્થોને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે જેવાથી શ્રી પાર્શ્વનાથ નામ જાણવું. વિશેષથી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે રાત્રિમાં વામાદેવીએ પોતાની શય્યા પાસે જાતે સર્ષ જે તેથી તેવીસમા તીર્થંકરનું નામ શ્રી પાર્શ્વનાથ એ નામ યથાર્થ થયું છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર,
For Private And Personal Use Only