________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સાધ્વીઓએ રક્ષણ કરવા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. ત્યાગી અને ગૃહસ્થ જૈનેમાં જૈનસંઘની ધાર્મિક અસ્તવ્યસ્તદશાથી જેને લાખે અને કરે: રૂપૈયા કેળવણું વગેરે ખાતામાં વાપરે છે પણ તેનું જોઈએ તેવું પરિણામ આવતું નથી. જેને કેળવણી પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચ છે, સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જેની ધાર્મિક પાઠશાળાઓ અને બેડીંગનું એકસરખું બંધારણ અવલકવામાં આવતું નથી, પાઠશાળાઓ અને બેડ પર અંધારણના અભાવે ઉપયોગી બેડગે અને પાઠશાળાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડગે અને પાઠશાળાઓ અવ્યવસ્થિતપણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શકતા નથી. સર્વમાન્ય સાધુગુરુકુલ અને ચતુર્વિધ સંઘમાન્ય સાધી ગુરૂકુળના અભાવે સાધુઓ તથા સાદવીઓને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતું નથી. ભિન્ન ભિન્ન સંધાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રોએ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણમાં અભ્યાસ થઈ શક્તા નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલે અભ્યાસ પશ્ચાત્ વિહારમાં વિસ્મરણ જે થઈ જાય છે. સર્વ સંઘાડાઓને પરસ્પર સંપ થયા વિના એકબીજાની પાસે જે જે વિષયને સાધુઓને અભ્યાસ કરાવે છે તે પણ કરાવી શકાતું નથી. પૂર્વે એક ગરછના સાધુઓ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગની ઉદાર દષ્ટિવાળાં બંધારણે હતાં
For Private And Personal Use Only