________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા દેશવિરતિ ગુણસ્થાનને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યુન પૂર્વકોડ વર્ષને છે, તે નીચે પ્રમાણે–દેશવિરતિ ગુણસ્થાન પૂર્વકોડ વર્ષાયુષ્યવાળે સંજ્ઞિ મનુષ્ય અથવા સંક્ષિતિર્યંચ પ્રાપ્ત કરી શકે, એથી અધિક આયુષ્યવાળાને દેશવિરત્યાદિ કોઈપણ ગુણસ્થાન સંભવે નહિ, તે પણ સાત માસ ગર્ભમાં રહી જનમ્યાબાદ આઠ વર્ષની વયે દેશવિરતિ પામી શકે, પરંતુ તેથી કમી વયવાળો મનુષ્ય કે તિર્યંચ દેશવિરતિ ન પામે, માટે એ આઠ વર્ષ ને સાત માસ ન્યૂન પૂર્વોડ વર્ષ દેશવિરતિ ગુણસ્થાનને કાળ ઉત્કૃષ્ટ જાણ.
સર્વવિરતિ (પ્રમત્ત) ગુણસ્થાનને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક જુન પૂર્વોડ વર્ષને છે, હેમાં ન્યનતા પૂર્વોતરીતે આઠ વર્ષ સાત માસ પ્રમાણ જાણવી. પુનઃ શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં આ ગુણસ્થાનને કાળ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત કહ્યો છે. અત્ર જનમ્યાબાદ આઠ વર્ષની વયે ચારિત્ર પ્રાપ્ત કરનાર મનુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમત્ત હોય અને અન્તર્મુહૂર્ત અપ્રમત્ત હેય. એ પ્રમાણે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાન દેશોના પૂર્વકોડ વર્ષ સુધી વારંવાર પલટાયા કરે, તેમાં અપ્રમત્તનું અન્તર્મુહૂર્ત નાનું અને પ્રમત્તનું અન્તર્મુહૂર્ત ઘણું મોટું હોય છે, તેથી પ્રમત્તપણાનાં સર્વ અન્તર્મુહૂર્તી એકત્ર કરતાં દેશના પૂર્વક્રોડ વર્ષ જેટલે કાળ થાય, અને અપ્રમત્તતાનાં સર્વ અન્તર્મુહૂર્ત એકત્ર કરતાં અતિ અલ્પકાળ થાય. વળી એક
૨ ચોરાસી લાખનો વર્ગ કરી ક્રોડથી ગુણતાં પૂર્વક્રોડ વર્ષની સંખ્યા (૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ) આવે.
૩ સાધારણ સમજ પ્રમાણે એમ છે કે અપ્રમત્તનાં સર્વ અન્તર્મુદ્ર એકત્ર કરતાં પણ અન્તર્મુહૂર્ત કાળ થાય. પછી શ્રી બહુશ્રુત કહે તે સત્ય.
પુનઃ કેટલાકનું કહેવું એમ છે કે અન્તર્મદૂત થી અધિક કાળ થતાં પ્રમત્તથી અપ્રમત્તે જે ન જાય તે પ્રમરથી નીચેનુ ગુણસ્થાન પામે. નિદ્રાદિક અવસ્થામાં પ્રમત્તાપ્રમત્તતા સંબંધિ વિચાર કરતાં દેશના પૂર્વકોડ વર્ષનો પ્રમત્તકાળ સમજ વધારે સુગમ પડે છે.
For Private And Personal Use Only