________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે છે તે સાસ્વાદન સમ્યકત્વ છે. મિશ્ર અને સારવાદન એ અને સમ્યકત્વ ચારે ગતિના જીવને પ્રાપ્ત થાય છે, મિશ્ર સમ્યકૃત્વ અનેકવાર પ્રાપ્ત થાય છે, અને સાસ્વાદન સમ્યકત્વ પાંચ વાર પ્રાપ્ત થાય છે. પુન: ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવને કમીમાં કમી એક સમય અને વધુમાં વધુ છ આવલિકા જેટલું કાળ બાકી રહે ત્યારે તથાવિધ પરિણમવડે જે અનંતાનુબંધિ કષાયને ઉદય થઈ જાય તે જીવ, ઉપશમ સમ્યકત્વથી પડયે એમ કહેવાય છે, અને એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વમાં જતા જીવને ત્રણે દર્શનમેહનીયકર્મ ઉપશાન હોય છે, પણ ચાર અનંતાનુબંધિને ઉદય હોય છે. એ સાસ્વાદન સમ્યકત્વ તે (અર્થાન્તરે) અનંતાનુબંધિ કષાયના ઉદયવાળું ઉપશમ સમ્યફવજ છે, માટે પડતી અવસ્થામાં સાસ્વાદનને સમ્યકત્વ કહેવામાં હરકત નથી. અથવા તે એ પડતી અવસ્થામાં બાકી રહેલા ઉપશમ સમ્યક્ત્વનો આસ્વાદ-અનુભવ છે, તેથી પણ તેને સાસ્વાદન સમ્યકત્વ કહેવાય.
૬ મિથ્યારિક સભ્યય—સમ્યકત્વ એટલે સામાન્યપણાથી શ્રદ્ધા, અને તે શ્રદ્ધા વિપરીતપણે હોય તે મિથ્યાત્વ કહેવાય. અહિં મિથ્યાત્વને સમ્યકત્વમાં ગણત્રી કરવાને હેતુ અવિરતિ ચારિત્રવત્ સમ્યકત્વ માર્ગણામાં સર્વ સંસારી જીને અવતારવા માટે છે.
અહિં વેદક સમ્યકત્વ પણ છે, પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વથી ક્ષાયિક સભ્યત્વે જતાં અન્ત સમયનું જે ક્ષયોપશમ સમ્યક્ત્વ તેજ રેલવે સભ્યતા હોવાથી તેને ક્ષપશમ સમ્ય
ત્વમાં અન્તર્ભાવ કરતાં જુદું ગણ્યું નથી. તથા સમ્યત્વને એક ભેદ, બે ભેદ, ત્રણ ભેદ વિગેરે અનેક ભેદ છે, પણ ચાલુ ગ્રંથમાં દ્વારસંવેધપ્રસંગે છે ભેદનો સંવેધ દર્શાવેલ હોવાથી અહિં પણ છ ભેદનું સ્વરૂપ કહ્યું છે, બાકીના અનેક ભેદનું સ્વરૂપ અત્ર ઉપયેગી નહિ હોવાથી દર્શાવ્યું નથી,
(૧૪) સંસિ – હેતુવાદ, દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદ એ
For Private And Personal Use Only