________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યેાગે તે સ્ત્રીની આખી જીંદગી વ્યતીત થઈ તાપણુ પતિને સમાગમ ન થયા અને તે કારણથી પુત્ર પણ ન થા પરન્તુ એ સ્ત્રી વંધ્યા નથી, તેવી રીતે સૂક્ષ્મ સાધારણુ વનસ્પતિરૂપ અનાદિ નિગેદમાં એવા પણ અનંત નિગેાદીયા જીવા છે કે જેએ કાઇપણ કાળે અનાદિ નિગેાદમાંથી નિકળી આદરપણું કે દ્વીન્દ્રિયાદિ ત્રસપણું પામવાનાજ નથી, કહ્યું છે કે~~
अस्थि अणता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो उप्पांति चयंति य, पुणोवि तत्थेव तत्थेव ॥ १ ॥
અર્થ:—એવા અનંત જીવે છે કે જેઓએ કઇપણુ કાળે ત્રસાદિ પરિણામ પ્રાપ્ત કર્યા નથી, અને વારંવાર ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.
એમાંના અનંત જીવા ત્યાંના ત્યાંજ ઉત્પન્ન થઈ મરણ પામે છે માટે મેાક્ષ જવાની યાગ્યતાવાળા છતાં પતિરહિત સ્ત્રી ત્ સામગ્રીના અભાવે માક્ષે જઇ શકતા નથી.
તથા અભય જીવા વધ્યા સ્ત્રી સરખા છે; જેમ વધ્યા સ્ત્રીને પતિના સમાગમ છતાં પણ પુત્ર ઉત્પન્ન થઈ શકે નહિ તેમ અભવ્યજીવા મનુષ્યત્વ, જ્ઞાન અને ચારિત્ર વિગેરેની સામગ્રી પ્રાપ્ત કરી શકે છે છતાં પણ સમ્યગ્ દર્શનના અભાવે માક્ષમાં જઈ શકતા નથી.
પુન: જેઆએ મેક્ષે જવાની ચેાગ્યતા સાર્થક કરી છે એવા સિદ્ધ જીવા પ્રથમ સંસારી અવસ્થામાં ભવ્ય હતા, પણ સિદ્ધ અવસ્થામાં ન તે ભવ્ય કહેવાય કે ન તા અભવ્ય કહેવાય. કહ્યું છે કે સિધ્ધા નો મન્વા નો સમન્યા ઇતિ.
(૧૩) સમ્યક્ત્વ —સમ્યપણું એટલે સમાં સત્બુદ્ધિ અને અસમાં અસત્ બુદ્ધિરૂપ વિવેકપણ તે સભ્યત્ત્વ કહેવાય, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુ તેવા પ્રકારે યથાર્થ જાણવી તે સમ્યક્ત્વ, અથવા સુદેવમાં દેવબુદ્ધિ, સુગુમાં ગુરૂ
For Private And Personal Use Only