________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 403 5 મૂળભાવ અને ૩ર ઉત્તરભાવ હોય. અપર્યાપ્ત પંકપ્રભાના નારકરૂપ 1 છવભેદમાં 3 મૂળભાવ ( ક્ષાયિક અને ઉપશમ વિના) છે. કારણકે ક્ષાયિકસમ્યફવ પ્રથમની 3 પૃથ્વી સુધી જ હોય છે. અને ઉત્તરભેદમાં અપર્યાપ્ત રત્નપ્રભા નારકાવત્, પર તુ ક્ષાયિક સમત્વ બાદ કરતાં શેષ 28 ઉત્તરભાવ હોય. એજ પર્યાપ્ત પંકપ્રભાના નારકરૂપ ૧છવભેદમાં 4 મૂળભાવ (ક્ષાયિક વિના), અને ચક્ષુદર્શન તથા ઉપશમસમ્યકત્વ સહિત અપર્યાપ્ત પંકપ્રભા નારકાવત્ 30 ઉત્તરભાવ હેય. પાંચમી પૃથ્વીના અપર્યાપ્ત નારક રૂપ 1 છત્રભેદમાં 3 મૂળભાવ છે, અને અપયોસ પંક પ્રભાનારકવતું, પરંતુ કૃણલેફ્સા અધિક હોવાથી 29 ઉત્તરભાવ હોય. એજ પાંચમી પૃથ્વીના પર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં મૂળભાવ (ક્ષાયિક વિના), અને ઉપશમ સમ્યકત્વ તથા ચહ્યુંદર્શન સહિત અપર્યાપ્ત પાંચમી પૃથ્વીના નારકાવત્ 31 ઉત્તરભાવ હેય. છઠ્ઠી પૃથ્વીના અપયોપ્તનારકરૂપ 1 જીવભેદમાં 3 મૂળભાવ છે, અને અપર્યાપ્ત પંકપ્રભાના નારકાવત્ 28 ઉત્તરભાવ છે, પરંતુ નીલ ગ્લેશ્યાને બદલે કૃષ્ણ લેસ્યા કહેવી, એજ છઠ્ઠી પૃથ્વીને પર્યાપ્ત નારકરૂપ 1 જીવલેદમાં 4 મૂળભાવ, અને પર્યાપ્ત પંકપ્રભાનારકવત્ 30 ઉત્તરભાવ છે, પરંતુ નલલેશ્યાને બદલે કૃણ લેશ્યા કહેવી, સાતમી પૃથ્વીના અપર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં 3 મૂળભાવ, અને અવશ્ય મિથ્યાદષ્ટિ હોવાથી અપર્યાપ્ત પંકપ્રભા સંબંધિ 28 ભાવમાંથી 1 ક્ષયપશમ સમ્યક્ત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન બાદ કરી નલલેશ્યાને સ્થાને કૃષ્ણલેશ્યા ગણતાં 24 ઉત્તરભાવ હોય, એ જ સાતમી પૃથ્વીના પર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં મૂળભાવ (ક્ષાયિક વિના), ચક્ષુદર્શન, ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને 3 જ્ઞાન એ 6 ભાવસહિત અપર્યાપ્તભાવી ર૭ ભાવ ગણતાં કુલ 30 ઉત્તરભાવ હોય છે. તથા પર્યાપ્ત કર્મભૂમિના ગભજ મનુષ્ય સંબંધિ 15 છત્રભેદમાં 5 મૂળભાવ અને ત્રણ ઈતરગતિ વિના 50 ઉત્તરભાવ હોય. For Private And Personal Use Only