________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક સ્ત્રીનાં લક્ષણ પણ હોય તેમજ કેટલાંક પુરૂષનાં લક્ષણ પણ હોય, તે નપુંસકનાં લક્ષણ છે. પુનઃ નપુંસકના ૧૬ ભેદ કહ્યા છે, તે ધર્મબિંદુ આદિ ગ્રંથોથી જાણવા. તથા સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ દરેક, વેદ, આકાર અને વેષ એમ ત્રણ ૧ શ્રી ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે –
पंडए वाइए कोबे, कुंभी ईसालुयत्तिय सउणी तकम्मसेषी, परिकया परिकए इय ॥१॥ सोगंधिए य आसत्ते, ए ए दस नपुंसगा। સાિઉિર રાજૂળ પુરુષાદિvયા રા विद्धिए चिप्पिए चेव, मंतओसहिओ हए ।
इसिसत्ते देवसत्तेय, पव्वावेज्ज नपुंसए ॥३॥ અથ:-પડક, વાતિક, કલીબ, કુંભી, ઈર્ષ્યાળુ, શકુનિ, તકમસેવી, પાક્ષિકાપાક્ષિક, સૌધિક અને આસક્ત-એ ૧૦ પ્રકારના નપુંસકે સંકિલન્ટ પરિણામી હોવાથી સાધુઓએ દીક્ષા ન આપવી એ કલ્પ છે, અને વદ્ધિત, ચિપત, મંત્રાહત, ઔષધિત, ઋષિશત અને દેવશત એ ૬ નપુંસકાને દીક્ષા આપવી કલ્પ.
૧ હેમાં પ્રથમ નાં લક્ષણ કહે છે – महिलासहावा सरवनभेओ, मोदमहंत महुराय वाणी । सतयं मुतम के गयं च, एआणी छ पंडग लक्खाणाणि ॥१॥
અર્થ:–સ્ત્રીના જેવાં સ્વભાવ હોય એટલે મંદગતિએ પછવાડે જેનો તે ચાલે, શરીર શીતળ અને કોમળ હોય. સ્ત્રીવત્ હાથના હુંકા કરતો બોલે, કેડે હાથ દઈ ચાલે, છાતી ઢાંકી રાખે, બોલતાં બોલતાં વારંવાર બ્રિટી ઉંચી કરે, સ્ત્રીની પેઠે કેશના સેંથાપાડે, અંબોડે બાંધે, સ્ત્રીની માફક વસ્ત્ર પહેરે, આભૂષણો બહુ ગમે, ગુપ્ત સ્નાન કરે, પુરૂષ સભામાં બેસતાં ભય શંકા ઉપજે, સ્ત્રી સભામાં નિઃશંક બેસે, ૧ સ્વર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિલક્ષણ હોય ૨, પુરૂષ ચિન્હ મોટું હોય , વાણી કમળ હોય ૪, મૂત્ર કરતાં અવાજ વધારે થાય ૫, અને ફીણ ન થાય એ ૬ લક્ષણ પંહ નપુંસકનાં જાણવાં.
૨- જાતિ –પુરૂષચિહ્ન સ્તબ્ધ થતાં સ્ત્રી સંગમ કર્યા વિના ન રહી શકે તેવો તીવ્ર કામી.
For Private And Personal Use Only