________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પ તેજસસમુદ્દઘાતમાં–સંખ્યાત જન પ્રમાણુ (સેળ દેશ બાળવા સમર્થ હોવાથી).
૬ આહારકસમુઘાતમ–ભરત વા ઐરવતથી મહાવિદેહ સુધી. ૭ કેવલિસમુદ્દઘાતમાંસંપૂર્ણ કાકાશ પ્રમાણ (દરજી).
એ પ્રમાણે સમુઘાતકૃત સાતે અવગાહનાઓ ભિન્ન ભિન્ન છે પણ ચાલું ગ્રંથમાં જે દ્વારમાં જે સમુઘાતની ઉત્કૃષ્ટ અવગાહના સંભવે તેજ સમુદઘાતની ઉત્કૃષ્ટ અવગાહના કહેવાશે, પણ જઘન્ય અવગાહના નહિ કહેવાય, કારણકે સામાન્યપણે સમુદ્દઘાતની જે જઘન્ય અવગાહના તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળી સમુદ્દઘાતમાં પણ હેય એ નિયમ નથી.
વળી સમુઘાતકૃત અવગાહનામાં વેદના અને કષાય સિવાથની મરણ વિગેરે સમુઘાતથી થયેલી તેજસ અવગાહના કહેવાશે, કારણકે એજ અવગાહનાએ દેહાવગાહનાથી ઘણા દીધું પ્રમાણ વાળી છે અને તેજસની સ્વાભાવિક અવગાહના સર્વે જીના સ્વસ્વ જન્મશરીરપ્રમાણની છે. વળી આ સમુઘાતકૃત તૈજસ અવગાહનાનું વિશેષ સ્વરૂપ લેકપ્રકાશ વિગેરેમાં વર્ણવેલી તેજસ શરીરની અવગાહનાથી જાણવા યોગ્ય છે, તે વર્ણન વિસ્તૃત હોવાથી અહિં કહેવાનું ઉચિત ધાર્યું નથી, માટે જીજ્ઞાસુએ તે
સ્થાનેથી જાણવું. એ પ્રમાણે ત્રણ પ્રકારની અવગાહના કહેવાથી દરેક જીવને યથાસંભવ પાંચે શરીરની અવગણના કહેવાયેલી જાણવી.
(૩૫) સ્થિતિ ર–સ્થિતિ એટલે કાળનું પ્રમાણ, તે નીચે પ્રમાણે બે પ્રકારનું છે.
૨ મણિશનિ–જીવ જે ભવમાં ઉત્પન્ન થયા છે, તે ભવમાં જેટલા કાળ સુધી (પ્રાપ્ત થયેલ તેજ શરીરધારા) ટકી શકે તેટલા કાળનું પ્રમાણ ભવસ્થિતિ એટલે આયુષ્ય કહેવાય. અહિં સમ્યક્ત્વાદિ ગુણનું જે આયુષ્ય કહેવામાં આવશે તે વાસ્તવિક
For Private And Personal Use Only