________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ તેમજ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, એમ સર્વ મળી અઢાર,
ક્ષાયિકભાવના ૯ ભેદ–દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર.
દયિક ભાવના ૨૧ ભેદ–અજ્ઞાન, અસિદ્ધત્વ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિ, છ લક્ષ્યા, ચાર કષાય અને ત્રણ વેદ.
પરિણામિક ભાવના ૩ ભેદી–જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વ.
(૩૪) અવગાહના રૂ–જીવ જેટલા આકાશ પ્રદેશોમાં અવગાહેસમાય તેટલા આકાશપ્રદેશે તે જીવની અવગાહનારૂપ કહેવાય, એ પ્રમાણે દરેક પદાર્થની અવગાહના જાણવી. અથવા પદાર્થની ઉંચાઈ, લંબાઈ, પહેળાઈ અને જાડાઈનું જે માપ તે અવગાહના કહેવાય. આગળ દ્વારસંધ પ્રસંગે જ્યાં સમ્યક્ત્વાદિ ગુણની પણ અવગાહના કહેવામાં આવે ત્યાં વાસ્તવિક રીતે ગુણની નહિ પણ તે ગુણવાળા જીવની અવગાહના જાણવી. એ અવગાહના ત્રણ પ્રકારની છે તે નીચે પ્રમાણે–
૧ મુઠફારો ધંધ–જીવ જે શરીર સહિત જન્મ પામે તે જન્મશરીર, ભવધારણીયશરીર, અથવા મૂળ શરીર કહેવાય, તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની જે અવગાહના તે મૂળ શરીર સંબંધિ અવગાહના.
૨ ૩રરરરસંધિ—પ્રાપ્ત કરેલી લબ્ધિવડે જીવ જે બીજી
૧-૨ બેવાર. અજ્ઞાન કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમનાં ત્રણ અજ્ઞાન તે જ્ઞાનના અભાવરૂપે નહિ પરંતુ અસમ્યજ્ઞાનરૂપે છે. અને ઔદયક ભાવનું અજ્ઞાન તે તે જ્ઞાનના અભાવરૂપ છે.
૩ પરિણામિક ભાવના ભેદ જીવ અને અજીવ બન્નેના ગણના નથી પણ ઘણું છે, પરંતુ અહિં માત્ર છવ સંબંધિજ પરિણામિક ભાવ ગણ્યા છે, માટે ત્રણજ ભેદ છે.
For Private And Personal Use Only