________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
નામકર્મ, જેનાથી જીવ સ્વયેગ્ય પતિઓ સમાપ્ત કર્યા વિના મરણ પામે તે સતનામકર્મ, જેનાથી અનંતજી વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થાય પણ પિતાનું ઈલાયદું શરીર ન હોય તે સાધારણનામકર્મ, જેનાથી જીવના અંગુલી, જીભ આદિ અવયવો અસ્થિર હોય તે સ્થિર નામકર્મ, જેનાથી શરીરના અવય અનિષ્ટ એટલે બીજાને સ્પર્શ થતાં અપ્રિય લાગે એવા (પગાદિ) અવયવ થાય તે અશુમનામકર્મ, જેનાથી ઉપકારી છતાં પણ લોકોને અપ્રિય લાગે તે માનામકર્મ, જેનાથી ગર્દભાદિ સરખે અનિષ્ટ સ્વર થાય તે ઘરનામકર્મ, જેનાથી યુક્તિવાળું અને ઉચિત વચન બોલે છતાં લેક તે વચનને અનાદર કરે તે મનાયનામકર્મ, અને જેનાથી સારું કાર્ય કરવા છતાં પણ જીવને અપયશ મળે તે કચરાનામકર્મ, એ દશ પ્રકૃતિઓને સમુદાય થાવરવા કહેવાય.
જેનાથી ત્રણ જગતમાં પૂજ્યપણું પ્રાપ્ત થાય તેવી તીથકર પદવી મળે તે નિનામકર્મ, જેનાથી શરીર સુખે નિર્વહન થઈ શકે તે જગુરુપુનામકર્મ એટલે શરીર ઘણું ભારી તેમજ ઘણું હલકું પણ ન હોય. તથા જે અવયવે જે સ્થાને જોઈએ તે અવયવે તે સ્થાનેજ ગોઠવનાર કર્મ તે નિર્માણનામકર્મ, પિતાના અવયવોથી જીવ તેિજ હણાય એવા ઉપઘાતક અવયવ ઉત્પન્ન કરનાર કર્મ રૂપથતિનામકર્મ, શરીર શીતળ છતાં ઉષ્ણ પ્રકાશ ઉત્પન્ન કરનારકર્મ સાત નામકર્મ, શરીરમાં શીતળ પ્રકાશ ઉત્પન્ન કરનાર સતનામકર્મ, જે જીવને દેખી બીજે બળવાન જીવ પણ સ્વામે થવા સમર્થ ન થાય એવી છાયા જે કર્મથી પડે તે
Tયાતનામકર્મ, અને જેનાથી જીવ સુખપૂર્વક શ્વાસોચ્છવાસ લઈ શકે એવી લબ્ધિ પ્રાપ્ત થાય તે શ્વાસોચ્છવાસનામકમ. એ આઠ પ્રકૃતિને સમુદાય પ્રત્યેક કહેવાય. એ પ્રમાણે નામકર્મની એકસે ત્રણ પ્રકૃતિએ થઈ તેમાં ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ,
For Private And Personal Use Only