________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રતનસિંહગણું વિરચિત
ત્રીજા સંભવસ્વામી, પાયકમલિ શિર નામી; ગુણગુણ તસ ઘણું એ, ચારુ ચરિત ભણું એ. શ્રાવસ્તીપુર સાર, ઇન્દ્રપુરી અવતાર; જિતરિપુ નરપતિ એ, નારી સેના સતી એ. વિમલવાહન નૃપ જીવ, સુખ ભોગવીએ અતીવ; આનતથી ચવઇએ, સેના ઉરિ હવઈ એ. માસ ફાગુણ સિત પક્ષ, અષ્ટમી મૃગશિર રૂક્ષ, ગ્રહગણ ઈણઈ સમઈએ, શુભ ગતિ સંક્રમઈએ, નિશિરસિ સેના માત, સુપન લહઈ બિઈ સાત; સૌખ્યવતી સતીએ, સાતવ કહઈ પતીએ. તવ કહઈ વચન જિતારી, શાસ્ત્રતાઈ આધારિ; પૂરવકૃત વશીએ એ, સુત ઉતમ મહસિઈએ. પૂરવદિસિ રવિ જેમ, ગરમ વહઈ સા તેમ; હરખ હીઈ ધરઈ એ, શુભમતિ અણસાઈ એ. માર્ગશીર્ષ શુદિ ગિ, ચઉદાસી મૃગશિર ભોગિ પ્રસવઈ ગુણનલ એ, બલેક કુળતિલુ એ. છપન કુમારી નારિ, સુકૃત તણુઈ અણસાર; જનમ ઉચછવ કરઈ, ભવ સાગર તરઈ એ. આસન કંપિ ઈક, જાણ જનમ જિર્ણોદ; આવઈ હરખતાએ, જિનનઈ નીરખતાએ. સુરગિરિ શિખરિ સુરિંદ, જલ અભિષેક જિમુંદ; હરિ હરખીઈ કરઈ એ, પુણ્યપતઈ ભરઈ એ.
*
છે.
For Private And Personal Use Only