________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી રતનવિજયકૃત
સં. ૧૯૨૪ (અષ્ટાપદગિરિ જાત્રકરણક–એ દેશી) સંભવ જિનવર સાહેબ સાચે, જે છે પરમ દયાલ, કરુણાનિધિ જંગમાંહિ મોડે, મોહનગુણ મણિમાલ; ભવિયાં ભાવ ધરીને લાલ, શ્રી જિન સેવા કીજે. દુરમતિ દૂર કરીને લાલ, નરભવ સફલે કીજે. ભવિયા. ૧
એહ જગતગુરુ જુગતે સે, શકાય પ્રતિપાળ; દ્રવ્યભાવ પરિણતિ કરી નિરમલ, પૂજે થઈ ઉજમાળ. ભવિયાં. ૨ કેસર ચંદન મૃગમદ ઘોળી, અચે જિનવર અંગ; દ્રવ્યપૂજને તે ભાવનું કારણ, કીજે અનુભવ રંગ. ભવિયાં. ૩ નાટક કરતાં રાવણ પામ્યો, તીર્થંકર પદ સાર; દેવપાલાદિક જિનપદ ધ્યાતાં, પ્રભુપદ લટકું શ્રીકાર. ભવિયાં. ૪ વીતરાગપૂજાથી આતમ, પરમાતમ પદ પાવે; અજ અક્ષય સુખ જિહા શાશ્વતાં, રૂપતીત સ્વભાવે. ભવિયાં. ૫ અજરઅમર અવિનાશી કહીયે, પૂરણાનંદ જે પામ્યાં; લેકાલેકસ્વભાવ વિભાસક, ચઉગતિના દુઃખ વાગ્યાં. ભવિયાં. ૬ એહવા જિનનું ધ્યાન કરતાં, લહીયે સુખ નિરવાણ; જિન ઉત્તમ પદને અવલંબી, રતન લહે ગુણખાણ. ભવિયાં. ૭
૫૩
For Private And Personal Use Only