________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦). योगारंभीकू असुख अंतर बाहिर सुख ॥ सिद्धयोगकू सुखहै अंतर बाहिर दुःख ॥४८॥
ભાવાથ–બાવનમા લેકમાં આનો અર્થ સમાય છે. યોગારંભિને પ્રથમ જગતમાં દેખાતા દ્રશ્યપદાર્થોમાં સુખ બુદ્ધિ હોય છે. કારણકે તેને હજી આમ નિશ્ચય, આભાનુભવ પ્રગટ નથી. પણ જ્યારે સદગુરૂદ્વારા, નયનક્ષેપ વડે યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય થાય, અને તેમાં રમણતા થાય, ત્યારે તેને આત્મામાં જ સુખ છે એ નિ. શ્ચિય થાય છે. પછી તે કાયા મનવાણીથી આત્માને જુદે પાડી નિરાલંબન પણે ધ્યાન ધરે છે. ત્યારે અંતરમાં સુખને મહાસાગર પ્રગટે છે. અને તે સુખ સાગરની લહેરમાં, અખંડ આનંદ ભેગવે છે. ત્યારે તેવા યોગિને પંચેન્દ્રિયના વિષે વિષ જેવા દુઃખ દેનાર લાગે છે. બાહ્ય પ્રપંચમાં તેને શાંતિ મળતી નથી. વિકલ્પ અને સંકલ્પ ઉપજે છે એવા જનેની સંગતિથિ પણ તે દૂર રહે છે. કેવલ સહજ આમિક સુખ ભોગવે છે. તેવા સિદ્ધગિને બાહ્ય પદાર્થોમાં કેવલ દુઃખજ ભાસે છે. તેથી સમજવાનું કે જ્યાં સુધી બાહ્ય વસ્તુમાં જેને સુખ લાગે છે, તે અજ્ઞાની છે. અને અંતરમાં સુખને જેને નિર્ધાર થયું છે, અને બાદ્યવસ્તુના સંબંધથી, ભેગથી સુખ નથી એમ જાણ્યું છે તે સિદ્ધગી જાણવે. માટે સિદ્ધિ મેગી થવા સશુરૂ સંગતિ કરી આત્મજ્ઞાન ગ્રહવું.
For Private And Personal Use Only