________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહી જાણવા. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પરિગ્રહની સઝાયમાં કહ્યું છે કે – ज्ञान ध्यान हयगयवरे तप जप श्रुत परतंत सलुणे. छोडे सम प्रभुता लहे मुनिपण परिग्रहवंत सलुणे, परिग्रह ममता परिहरो ॥
જ્ઞાન, ધ્યાન, તપ, જપ, મુતને અહંકાર મનમાં મુનિ રાખે છે તે પણ પરિગ્રહી છે. અને જ્યારે તેને ત્યાગ કરે ત્યારે સમપ્રભુતાની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનીને પરવસ્તુમાં અહંવૃત્તિ ઉત્પન્ન થતી નથી, આત્મજ્ઞાનરૂપ ટૂચેની આગળ અહંવૃત્તિરૂપ અંધકાર ટકી શકતું નથી. જેને સહજ આત્મિક સ્વરૂપને ઉદ્યત હૃદયમાં પ્રગટ છે, એવા મુનિવરે નિર્વાણ સુખને અનુભવ ક્ષણે ક્ષણે ભેગવે છે.
ક્ષાયિકભાવે આત્મધર્મ પ્રગટ થતાં ક્ષમાદિક બાહ્ય ધર્મ પણ પિતાની મેળે શમી જાય છે, તે કલ્પિત સંસારના ભાવમાં જ્ઞાની કેમ ઉદાસ રહી શકે નહિ! અલબત રહી શકે, તે નિશ્ચયવાત છે. દયિક ભાવે જે જે કિયાઓ ઉદયમાં આવે છે, તે જ્ઞાની બાહ્યવૃત્તિથી કરે છે, પણ અંતરથી તે ન્યારે વર્તે છે. એમ દરેકકાર્ય પ્રસંગમાં પણ અંતરની ઉપગ ધારા ન્યારી વર્તે છે, ભાવદયામય તેને શુદ્ધ આત્મા બની રહ્યો છે તેથી તે બાહ્યભાવમાં રાગ દ્વેષથી
For Private And Personal Use Only