________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
ઇલિકા અને ભમરીના ટ્રષ્ટાંતે અત્ર રાગ દ્વેષ રહિત એવી જીન મતિને જીન પદની પ્રાપ્તિને માટે છે.
मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् ॥ यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥ २९ ॥ અર્થઃ—મૂઢાત્માને જે જડ ઉપર વિશ્વાસ છે તે કરતાં વધારે ભયસ્થાન કેાઇ નથી, અને જેનાથી તે ભય પામ્યા છે, તેના કરતાં અન્ય નિર્ભય સ્થાન આત્માને નથી.
મૂઢાત્મા એટલે હિરાત્મા, જ્યાં શરીર પુત્ર, કલત્ર, ધન, ધાન્ય, ઘરખાર, હાર્ટ, વખાર, દુકાન વિગેરેમાં વિશ્વાસ કરે છે. એ વસ્તુએ મારી છે, હું એ વસ્તુએથી ભિન્ન નથી; એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ પરિણામથી ધારણ કરે છે, તેનાથી કેઈ અન્ય ભયસ્થાન નથી, એટલે તેજ વસ્તુતેને ભયનુ કારણ છે, અને જે પરમાત્મ સ્વરૂપ તેમાં રમ તા, તેની ભાસતા, તેમાં તન્મયતા, તેની એકાગ્રતા, તેમાં લયલિનતા, તે થકી ભય પામેલા છે પણ તેનાથી ખીજું કેાઈ અભયસ્થાન નથી; અર્થાત્ અજ્ઞાની જીવ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે; પણ ખરેખર નિશ્ર્ચયથી જોતાં, આત્માનુ ધ્યાન આત્માનું જ્ઞાન આત્મામાં રમણતા અને આત્મામાં સ્થિરતા કરવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, અને તેજ અભયસ્થાન છે.
For Private And Personal Use Only