________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) सोमैं या दृढ वासना, परमातम पद हेत ॥ इलिका भमरी ध्यानगत जिनमति जिनपद हेत ॥२७॥
વિવેચનઃ—જગત્ જ્ઞાનીને ઉન્મત્ત જાણે છે, ત્યારે જ્ઞાની જગતને આંધળું જાણે છે, કારણ કે જગના સર્વ જીવ માયાથી ફસાયા છે અને પરવસ્તુમાં માયામમતા ધારણ કરે છે, અને જ્ઞાનચક્ષુથી રહિત છે, માટે તે અંધ છે એમ જ્ઞાની વિચારે છે. જ્ઞાનીને જગતમાં રહેતાં કેઈની સાથે સંબંધ નથી, જેમ ધાવમાતા પારકા પુત્રને ખવરાવે છે, પીવરાવે છે, રમાડે છે, પણ તેનાથી પોતાનું તે નથી એમ જાણે છે તેમ જ્ઞાનીપણ ઉદયિકભાવના વેગે, પરના સંબંધમાં આવે છે, પણ એ થકી અંતરથી ન્યારે વર્તે છે. અને નિશ્રયથી તેને પરપુળની સાથે સંબંધ નથી, કારણકે તે અંતરથી પરપુદગલના સંબંધ રહિત વર્તે છે, અને રાગદ્વેષથી પર વસ્તુમાં લેપતે નથી.
જે પરછાયા જ્ઞાનની વ્યવહારમાં જેમ કથાય છે, તેમ નિર્વિકલ્પ હે આત્મા! નિર્વિકલ્પ હાર શુદ્ધ સ્વરૂપમાં બે પ્રકારને ભાવ સેહા નથી, અર્થાત્ હેતો નથી.
એમ બહિરાત્મ ભાવ ત્યાગીને, અંતરાત્મા થઈ જ્યાં વિકલ્પ સંકલ્પ નથી, એવા પરમાત્માની શુદ્ધમતિથી ભાવના કરવી, તેજ જ્ઞાનદર્શન અને ચારિત્રમય આત્મા હું છું, એવી દૃઢ વાસના પરમાત્મ પદની પ્રાપ્તિ માટે છે.
For Private And Personal Use Only