________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ) મેં આજ સુધી પર વસ્તુને પિતાની માની, બાળ જુવાન વૃદ્ધ શરીર તેજ હું એવું માન્યું; પણ હવે તે પુગલ વસ્તુ મારી નથી, તે તેને કેમ સંગ કરું? તેમાં કેમ રાચું માચું ? આવી રીતે આત્મજ્ઞાન થયાથી પર વસ્તુને ત્યાગ ભાવ થાય છે અને બાળકને જેમ પુતળીમાં સ્ત્રી બુદ્ધિ હતી, પણ તે બુદ્ધિ માટે થતાં ટળે છે, અને તેવા પ્રકારના હાવ ભાવ કરતો નથી, તેમ અજ્ઞાની અવસ્થામાં આ
મા એ શરીરમાં આત્મ બુદ્ધિ ધારણ કરી, અજ્ઞાન ચેષ્ટા કરી. પણ આત્મજ્ઞાન થયા બાદ તેવા પ્રકારની ચેષ્ટા કરતે નથી.
यथाऽसौ चेष्टते स्थाणी निहत्ते पुरुषाग्रहे ॥ तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥२२॥
અર્થ–સ્થાણુમાંથી પુરૂષ ગ્રડ નિવૃત્ત થતાં, સ્થાપ્રતિ જેવી ચેષ્ટા થાય છે, તે જ પ્રકારની દેહમાંથી આત્મ બુદ્ધિ ભ્રમ નિવૃત્ત થતાં, દેહાદિપ્રતિ મારી ચેષ્ટા થઈ છે.
સ્થાણુને પુરૂષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરૂષ છે એવી બ્રાંતિ મટી ગઈ ત્યારે જેમ સ્થાને સ્થાણુરૂપે જાણવા પ્રવતી, અર્થાત પુરૂષાગ્રહથી ઉત્પન્ન થએલી ઉપકાર તથા અપકારરૂપ પ્રવૃત્તિ અટકી, તેજ પ્રમાણે દેહમાં તે આત્મ બુદ્ધિને ભ્રમ
For Private And Personal Use Only