________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) વશ કરવાનો અંતર ઉપાય છે. હવે તે એકજ આત્મસ્વરૂપમાં સ્થાપન કરેલું મન કેવું થાય છે તે જણાવે છે.
आलंब्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यम् ।। अनुपनतेधनवन्हिवदुपशांतं स्यात्तदाचेतः ॥१॥ शोकमदमदनमन्सरकलहकदाग्रहविषादवैराणि ।। क्षीयंते शांतहदामनुभव एवात्र साक्षात्तः ॥२॥
ભાવાર્થ –આત્માના ગુણ પર્યાયનું અવલંબન કરીને આત્મા રૂપ એક પદાર્થમાં સ્થિર થએલું મન જ્યારે અન્ય પદાર્થોનું ચિંતવન નથી કરતું, ત્યારે તે પિતાની મેળે શાંત થઈ જાય છે. જેમ કાષ્ટ વિનાની અગ્નિ પિતાની મેળેજ ઓલવાઈ જાય છે તેમ અત્ર સમજવું.
વળી એવી રીતે શાંત મન થતાં શોક, અહંકાર, કામ, મત્સર, કલેશ, કદાગ્રહ, વિષાદ અને વેર તે પિતાની મેળે ક્ષય પામે છે. જે મહાત્માઓએ આત્મામાં જ મનને લગાવી ઘણું મહેનતે સનને શાંત કર્યું છે, તેમને સાક્ષાત તેને અનુભવ વર્તે છે, એમ નક્કી જાણવું. વળી તે મન શાંત થઈ જતાં આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
વા– शान्ते मनसिज्योतिः प्रकाशते शांतमात्मनः सहजं । भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयमेति.॥ १॥
For Private And Personal Use Only