________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) શોધો. ધ્યાનદ્વારા આત્મામાં સુખ શોધતાં તમને સત્ય સુખ સંપ્રાપ્ત થશે. આ વચન ધ્રુવના તારાની પેઠે હૃદયમાં સ્થિર કરજે અને આત્માની સન્મુખ વળજો, પ્રિયભાઈ તમને આ માના સ્વરૂપની વાટે વળતાં અને આત્મધ્યાનના રસ્તામાં ચાલતાં મિત્રોની મુલાકાત થશે. શુંમિત્રોની હા મિત્રની મુલાકાત, ત્યારે તે મિત્રેનાં નામ શો છે! સાંભળે. ક્રોધ, માન, માયા, અને લેભ, એ ચારની ચોકડી કહેવાય છે, તે તમારી પાસે આવી તમને રસ્તામાંથી પાછા વાળશે. પણ તમે તેને ખરા મિત્રો ધારશે નહી હો. એ ચાર, ચંડાળ ચોકડી જેવા મિત્ર છે-એ ચાર મિત્રએ તમને આડા માગે વાળી ચોરાશી લાખ જીવાયોનિમાં અનંતિવાર પરિભ્રમણ કરાવ્યું છે. અને હજી એ ચંડાળ ચોકડી તમને છેતરી આડામાગે લેઈ જશે. માટે વારંવાર કહેવામાં આવે છે કે એ ચાર કષાયરૂપ ચંડાળ ચોકડીના સામું પણ જોશે નહિ એમને દોઢગાઉથી નમસ્કાર કરજો. તમને અનાદિકાળથી એ ચાર ચંડાળચોકડી સાથે મિત્રાચારી છે, તેથી તમે લલચા. શો નહીં એ તમારા મિત્ર નથી પણ તે તમારા શત્રુ છે. માટે આ હિતવચન એક ક્ષણવારપણ ભૂલશે નહીં. રાગ ઇષ રૂપ બે મેહરાજાના દ્ધા આત્મમાર્ગપ્રતિ ગમન કરતાં વચમાં અટકાવવા આવશે પણ તમે આત્મસ્વરૂપમાંજ ઉપગ રાખશે. સ્થિર દ્રષ્ટિથી તમારા આત્માના અસંખ
For Private And Personal Use Only