________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
શક્તિ રહી છે. અને તમારામાંજ પરમાત્મસ્વરૂપ અનવાના સ્વભાવ રહ્યા છે અને તમનેજ પરમાત્મસ્વરૂપ બનવાનું નિશ્ચયસમકિત પ્રાપ્ત થાય છે અને તમેજ પરમાત્મપદનું આસન્નકારણીભૂત એવુ ચેાગ્ય કર્મ સ`પ્રાપ્ત કરી શકે છે અને તમેજ આત્મા પરમાત્મસ્વરૂપ બનેલાના ચાગ્ય ધ ધ્યાન શુકલધ્યાન રૂપ ક્રિયા, પ્રયત્ન, ઉદ્યમ કરી શકે છે, માટે હવે સુજ્ઞા સવાલાખ ટકાની જાય એક ઘડી જેનું મૂલ્ય થાય નહીં એવી એક ઘડી પણ મનુષ્યાવતારની દુર્લભ છે, માટે તે લેખે લગાડા-કયાં માહિર તમે સુખની ભ્રાન્તિથી ભમે છે? નક્કી જાણા કે સત્યસુખ ખાદ્યપદાર્થોમાં નથી, અનેક જીવ બ્રાન્તિથી ખાદ્ય વસ્તુમાં સુખની આશાએ ભૂલ્યા, ભવમાં ઝૂલ્યા, અને માનુષ્યભવ હાર્યા, ભાઇ જેમ ઝાંઝવાના દેખાતા જળથી તૃષા ભાગતી નથી, ખારા જળથી જેમ તૃષા ભાગતી નથી તેમ ખાદ્યવસ્તુએ કે જે સ્ત્રી પુત્ર ધન ઘર હાટ હવેલાં ગાડીવાડી લાડી તાડી વિગેરે છે તેમાં સુખની આશાથી જીવ પ્રયત્ન કરે છે, પણ અંતે જયારે તે વસ્તુઓથી સુખ થતુ' નથી, અને તે વસ્તુઓ પેાતાની સાથે પરભવમાં આવતી નથી એમ જાણે છે ત્યારે પોતાની ભૂલ સમજે છે. પ્રિય સાધકે ! સાંસારીક પદાર્થાંના અનુભવ કરતાં હવે તમને ખરી ખાતરી થઈ હશે કે ખાદ્ય વસ્તુઓમાં સુખ નથી સુખ તે આત્મામાં છે. માટે હવે તમે સુખ આત્મામાં
For Private And Personal Use Only