________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮) પ્રથમ તે કંટાળો આવશે. વાત ચિત્તમાં ગભરામણ થશે. પણ તમે ઉત્સાહ અને ખંતથી સતત પ્રયત્ન કરજે. અને વિશ્વાસથી સુરતાના અભ્યાસમાં જોડાશે. નક્કી તમે અમુક માસમાં ચડતી સ્થિતિવાળી અને પવિત્ર સ્થિતિ તમારા આત્માની લેશે. આવી રીતે સુરતા સાધ્યા વિના કલ્યાણ થવાનું નથી. શુકલધ્યાનના પાયામાં સુરતાને અંતર્ભાવ થાય છે. ધર્મધ્યાનમાં પણ સુરતાને અંતર્ભાવ થાય છે. સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરતાં સુરતાના, ગુણઠાણની અપેક્ષાએ અનેક જીવ આશ્રયી અસંખ્યાત ભેદ પડે છે. સર્વેમાં આત્મસ્વરૂપની સુ રસ્તા સુખને અવધિ છે. આત્મસ્વરૂપમાં સુરત સાધવાને એક દ્રષ્ટાંત કહે છે. જેમ એક સની દુકાનમાં બેઠે બેઠે ઝીણી સેનાની વસ્તુઓમાં કેરણી કરતા હતા. તેની સુરતા એવી તે પરેવાઈ કે ત્યાંથી રાજાનું સૈન્ય ગયું તે પણ તેણે જાણ્યું નહિ. શું ત્યારે અમેં ગ્રહસ્થાવાસમાં આવું ચિત્ત રાખીએ તે સંસારનાં કાર્યો શી રીતે થાય? તેના ઉત્તરમાં હું તમને જણાવું છું કે સંસારના કાર્યો કરતાં પણ તમારી સુરતા આત્મમાં સાંધ્યા કરે. ટેવ પાડશે કે તમને આ કાર્ય સહેલું લાગશે. તેમ વળી સાંજ સવાર રાત્રીમાં આ મહા કાર્ય માટે કેટલીક વખત નિયમિત કરે. અને તમારૂ કાર્ય સિદ્ધ થાય તેવા ઉપાયો
For Private And Personal Use Only