________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) સુરતા લગાડવાથી કર્મને નાશ થાય છે. સતેમની પ્રાપ્તિ થાય છે. અને જન્મજરામરણનાં દુઃખ ટળે છે. અને શાશ્વત સત્ય આનંદ મળે છે. માટે સવેત્તમ વાત આમાની સાથે સુરતા સાંધવી તે છે. શ્રી આનંદઘન પ્રભુ એમ કહે છે કે તમે તેવી રીતે આત્મપ્રભુ વા તીર્થકરપ્રભુની સાથે સુરતા અવિચ્છિન્ન ધારણુથી લગાડી પ્રભુનું નામ લે. એટલે પ્રભુનું સ્મરણ કરે. ચોથા ગુણ ઠાણાથી આવા પ્રકારની સુરતા ભેદજ્ઞાન પ્રાપ્ત થતાં થાય છે. પુદગલને ધર્મ અને આત્મધર્મનું જ્ઞાન જ્યારે થાય છે, અને હંસ જેમ દુધ અને પાણીને ચંચુથી જુદાં કરી નાખે છે તેમ જે જીવ ભેદજ્ઞાન મેગે આમાં અને પુગલની ભિન્નતા વિવેક દ્રષ્ટિથી કરે છે, તે ભવ્યજીવ પૂર્વોકત પ્રકારની સુરતાને અધિકારી થાય છે. એવી મુરતા તમે પ્રાપ્ત કરી શકવાના નથી; કેમ નથી કરવાના. પ્રયત્નથી સર્વકાર્ય સિદ્ધ થાય છે. પ્રયત્ન કરે પ્રયત્ન કરો. ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ થશે. સતત ઉત્સાહ રાખે, ટીંપે ટીંપે સરેવર ભરાય, અને કાંકરે કાંકરે પાળ બંધાય. તમે પણ તેવા પ્રકારની સુરતા આત્માની સાથે સાંધી શકશે. આજથી વા આવતી કાલથી તમે બંતપૂર્વક મહાવરે પાડે. અને દરરોજ સુરતાનો અભ્યાસ વધારતા રહેજે. તેને માટે અમુકકાળને નિયમ કરજે,
For Private And Personal Use Only