________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬) શું તમને થએલું મસાનું દરદ મટવાનું? શી રીતે મટે? ઉલટું વધવાનું અને વિશેષ દુઃખી થવાનું નક્કી સમજજે, તેમ તમે આજ સુધી ખરાબ વિચારે સેવી દુખી થયા છે. અને હજી ખરાબ વિચારે સેવો છે તેથી ભવિષ્યકાળમાં હજારવાર દુઃખી થશે અને ખરાબ યોનિમાં અવતાર ગ્રહણ કરવા પડશે. અને ત્યાં આત્મશક્તિ ખીલવવાનાં કારણે નહીં મળે તે યાદ રાખજે, મનુષ્યગતિમાંજ આમા, પરમાત્મપદ પ્રગટાવી શકે છે. અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી. માટે પ્રિય ભાઈ ખરાબ વિચારોને તમે આજથી દેશવટો આપને આપો.
હવે તમને સમજાશે કે આત્માનું અશ્ચર્ય પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાખ્યા છે ?? તે હવે તમને સ્પષ્ટ થશે, કોઈ મનુષ્ય જરા અપ્રિચવચન કહ્યું કે વાઘની પેઠે તાડૂક કરે છે, અને સામા પાંચ પચાસ ગાળાના ગેળા છેડો છે, તેમાં કોની હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? ચૈત્રના ઉપર શ્રેષ કરવાથી તથા મિત્રના ઉપર અદેખાઈને વિચારથી ખરી રીતે જોતાં કોનું બગડે છે તે હવે તમને સ્પષ્ટ જણાય છે. પાંચ દશ જણ ભેગા થઈ નકામા વાતના તડાકા મારી આડાઅવળા મનમાં આવે તેવા કુવિચાર કરે છે, તેમાં કેનું બગડે છે, સમજે કે તેમાં તમારૂ બગડે
For Private And Personal Use Only