________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ ) સ્થિતિમાં લાંબે સમય પડી રહેવા દેછે, ત્યારે ઇંદ્રિયા તથા મન આપોઆપ અધર ક્રિયારહીત થઈ જાયછે. એ તમે જાણતાજ હશે. આથી શરીરને અક્રિય કરવા માટે પદ્માસન વા સિદ્ધાસન કે એવું બીજું કેાઇ આસનગનું તમને અનુકૂળ લાગે તે કરો. શરીર અવયવને અહુ તંગ ન રાખશે. પણ સિદ્ધા ટટાર બેસતાં છતાં શરીરનાં સર્વ ગાત્રને શિથિલ કરો. કારણ કે શરીરની શિથિલ અવસ્થામાં શરીરને વિશ્રાંતિ મળેછે, આસન વાળીને પૂર્વાભિમુખ વા ઉત્તરાભિમુખ બેસજો. શરીરની ક્રિયામાત્રથી રહીત થજો. એકપણ અવયવને હલાવશે નહિ. નેત્રની દ્રષ્ટિને બે જૂની મધ્યમાં સ્થાપજો,
એટલે ઉંચા નેત્ર ન જાય તે સહુજ ઉચી પ્રતિ દ્રષ્ટિ સ્થાપજો, પછી આંખના પલકારા મારવા છોડી દેજો, શરીરને કેવળ ક્રિયા રહીત કરવાનું છે, માટે એ બાબતને પુનઃ પુનઃ યાદ કરાવવામાં આવે છે. ઉધરસ ખાવી, ખગાસાં ખાવાં, માં ઉપર માખી આવે તે તેને હાથવતું ઉડા ડવી, એ વિગેરે શરીરની ક્રિયાઓ થાડી ઘેાડી પણ ચાલતી રહે છે ત્યાંસુધી શરીર ક્રિયા વગરનું થતું નથી. અને પરિણામે શાંત અક્રિય અવસ્થા આપણે સાધવાની છે તે સધાતી નથી, માટે એક નાની અંગુલી પણ હલાવતાં સાવધાન રહેજો. ઘેાડીવાર એક દ્રષ્ટિએ ભૂમધ્યમાં જોઇ રહ્યા
For Private And Personal Use Only