________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) અર્થે પ્રત્યેક મનુષ્યને આત્મ શ્રદ્ધા કેળવવાની ઘણી અગત્ય છે. રંક મનુષ્યની રંકતાનું દુઃખ, તેને ધન આપીને ટાળવા તમે પ્રયત્ન કરો છે તે તે દુઃખ ટળે છે. ખરું પણ તે થોડા કાળ પર્યતજ ભૂખ્યાને ભેજન આપી તમે તૃપ્ત કરે છે તો તેની સુધાનું દુઃખ ટળે છે ખરું પણ તે એક ટંકનું કે એક દિવસનું જ, આત્મ શ્રદ્ધાથી રહીત અંતે દુ:ખથી પીડિત રહેવાનો. આમ હોવાથી ધનદાન, અન્નદાન, વિગેરે પદાર્થોનું દાન અક્ષય સુખને માટે નથી. પ. રંતુ દરેક મનુષ્યનાં નિરંતરનાં સર્વ પ્રકારનાં દુઃખને ટાળનારી આત્મ શ્રદ્ધાને પ્રગટાવનારૂ જે કામ છે, તેનું દાનજ સર્વોત્તમ દાન છે. એવું દાન આપનાર પરમગુરૂને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ.
અમુક કામ તમે નહિ કરી શકે, એવું ટાંટીયા ભાગી નાખનાર વચન કોઈની આગળ બંધુઓ વદશો નહીં, આત્મ શ્રદ્ધા પ્રગટાવવી એ મોટામાં મોટું દાન છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાનો નાશ કરે એ મોટામાં મોટું પાપ છે. જ્યાં જાઓ જેની સાથે છે જેની સાથે વાત કરે ત્યાં આત્મશ્રદ્ધાની પ્રગટતાનાં વચન વદો. જેની સાથે સંબંધ થાય તેને આત્મશ્રદ્ધા પ્રગટે એમ વાણી વ્યાપાર ચલાવો. નકકી તમે જગતને ઉદ્ધાર એવી રીતે કરશે.
આત્મસ્વરૂપની શોધ બહાર કરવાની નથી. પણ પિ
For Private And Personal Use Only