________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
સાધન દશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે. અને ભેદજ્ઞાનથી સ્વપરના ભેદ ભાસે છે. અને ભેદજ્ઞાનથી આત્મા સ'વભાવમાં રમી સિદ્ધપદ પામે છે. કહ્યું છે કે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन || तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥ १ ॥
વિવેચનઃ—જે કાઇ આત્માએ સિદ્ધ થયા, તે ભેદ વિજ્ઞાનથી. અને જે કોઇ જીવ સ`સારમાં અધાયા છે, તે પણ ભેદ વિજ્ઞાનના અભાવથીજ જાણવા. ભવ્યજીવ ભેદજ્ઞાન પામી, અલ્પકાળમાં સ'સારસમુદ્ર તરી જાય છે, ભવ્યજી સ્વસ્વરૂપાભિમુખ થઈ અધ્યાત્મભાવનામાં જીવન ગાળે છે. અને અધ્યાત્મચિંતન, અધ્યાત્મ દશામાં રમણ, એ માટામાં મોટા ધર્મ છે. અંતરદ્રષ્ટિથી જોતાં આત્મિકધજ ખરેખર માટેા ધર્માં જણાય છે. ચર્મચક્ષુથી ધર્મમાર્ગ જોતાં સકલ સ‘સારી જીવે ભૂલ્યા છે. શ્રી આનન્દ ઘનજી મહુારાજ કહે છે કે.
चरम नयण करी मारग जोवतारे भूल्यो सयल संसार जेणे नयणे करी मारग जोइएरे, नयण ते दिव्य विचार पंथst निहाळुरे वीजा जिन तणोरे.
સારાંશ કે અધ્યાત્મદશા એ પરમપથને ઉત્કૃષ્ટ છે. અન્યત્ર પણ કહ્યું છે કે.
મા
For Private And Personal Use Only