________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) मारग अनुसारी क्रिया छेदै सो मतिहीन । कपटक्रिया बल जग ठगै सोभी भवजल मीन ॥ ६५ ॥
વિવેચન –યથાશક્તિ ગબલમાં રહી, જે સકલ નયનું સારગ્રહણ કરે છે, તે મિથ્યાચારને ઈચ્છતું નથી, અને તેજ ભાવ જૈનતા પામે છે. નામ જેન–સ્થાપના, જેન દ્રવ્ય જૈન, અને ભાવ જૈન તેમાં ભાવ જૈનતા સુખસ્થાનરૂપ છે તે પૂર્વોકત લક્ષણ લક્ષિત જીવ પામે છે.
મોક્ષમાર્ગને અનુસરનાર, અર્થાત્ મેક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી યિાને જે છેદ કરે છે તે જીવ મતિહીન જાણ. તેમજ કપટથી કિયાના બેલે જગને ઠગે, તે પણ સંસાર સમુદ્રમાં મત્સ્યની પેઠે પરિભ્રમણ કરે છે. કપટથી જે જે ક્રિયા કરવામાં આવે છે, તે નિષ્ફલ જાય છે. જ્યાં સુધી મનમાં કપટરૂપ કાળો નાગ બેઠેલે છે, ત્યાં સુધી ત્યાં ધર્મ પ્રવેશ કરી શકતું નથી, જ્યાં સુધી મનમાં કપટરૂપ અગ્નિ છે, ત્યાં સુધી હૃદયમાં ધર્મના અંકુર ઉગી નીકળતા નથી. કિયારૂપ ચંદ્રને ગ્રાસ કરવામાં કપટ તે રાહુ સમાન છે. જ્ઞાનરૂપ પર્વતને તેડવા કપટ વજ સમાન છે, કામરૂપ અગ્નિની વૃદ્ધિ કરવામાં કપટવૃત સમાન છે. વ્રતરૂપ લક્ષ્મીને ચેર પણ દંભ જ છે. એકેક માસના ઉપવાસ કરે, અને નગ્ન રહેતે પણ જ્યાં સુધી મનમાં કપટ છે, ત્યાં સુધી
For Private And Personal Use Only